Tokyo Olympics 2020:હરિયાણા સરકારે નીરજ ચોપડાને 6 કરોડ રૂપિયા રોકડા અને ગ્રેડ એની સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.
Tokyo Olympics: ટોકિયો ઓલ્મિપિકમાં જૈવલિન થ્રો ઇવેન્ટમાં નીરજ ચોપડાએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. એથલેટિક્સમાં ભારત માટે ઓલ્મિપિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ખેલાડી છે. નીરજની આ સિદ્ધિ બદલ તેમના પર ઇનામોનો વરસાદ થઇ રહ્યો છે. પાણીપતમાં રહેનાર નીરજ ચોપડાને હરિયાણા સરકાર તરફથી 6 કરોડ રૂપિયા રોકડ અને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.
હરિયાણાના સીએમ મનોહર ખટ્ટરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, નીરજ ચોપડાએ ન માત્ર ગોલ્ડ મેડલ જીત્યો છે પરંતૃ આ સાથે દેશના લોકોનું દિલ પણ જીતી લીધું, આજે સમગ્ર દેશ તેમના માટે ગૌરવ અનુભવી રહ્યો છે. આ પળનો દેશને વર્ષોથી ઇંતેજાર હતો,
ઉલ્લેખનિય છે કે, હરિયાણા સરકારે ટોકયો ઓલ્મિપિક શરૂ થતાં પહેલા પણ જાહેરાત કરી દીધી હતી કે, હરિયાણાને જે ખેલાડી ગોલ્ડ જીતીને આવશે તેમને 6 કરોડનું ઇમાન હરિયાણા સરકારથી મળશે.
નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ‘ટોક્યોમાં ઇતિહાસ રચાઇ ગયો છે! આજે જે પ્રાપ્ત કર્યું છે તેને હંમેશા યાદ કરવામાં આવશે. નીરજે અસાધરણ રૂપથી સારું પ્રદર્શન કર્યું છે. તેમણે ઉલ્લેખનીય જૂનુન સાથે રમત રમી અને અદ્વિતિય ધૈર્ય બતાવ્યું. ગોલ્ડ જીતવા માટે તેમને શુભેચ્છા.’
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ભારતે ઇતિહાસ રહ્યો છે. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરા(NeeraJ Chopra)એ આજે 87.58 મીટર જવેલિન થ્રો ( javelin throw) કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજા નંબરે ચેક રિપ્બીલીકનો વેડલેચ રહ્યો છે, જેણે 86.67 મીટર દૂર જેવેલિન થ્રો કર્યો હતો. જ્યારે ત્રીજા નંબરે ચેક રિપ્લીકનો વેસ્લે રહ્યો છે, જેણે 85.44 મીટર દૂર જવેલિન થ્રો કર્યો હતો. આ ગોલ્ડ સાથે આજે ભારતને બીજો મેડલ મળ્યો છે. કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ અપાવ્યા પછી નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ આવ્યા છે.