ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની હી બિંગ ઝિયાઓ સામે રમી રહી છે. સિંધુએ પ્રથમ ગેમ 21-13થી જીતી લીધી છે. બીજી ગેમમાં પીવી સિંધુ 21-15 થી  જીતી ગઈ છે. ભારતને બીજો મેડલ મળ્યો છે. 



ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ચીની ખેલાડીને હરાવીને આ ઉપલબ્ધિ હાંસિલ કરી છે. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ઓલિમ્પિકમાં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિ સમગ્ર દેશમાં ખુશીને લહેર છે. સિધુએ આ મેચમાં શરુઆતથી જ દબદબો બનાવી રાખ્યો હતો અને પ્રથમ સેટમાં ચીની ખેલાડીને 21-13થી હરાવીને પકડ મજબૂત કરી હતી. બાદમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા મેડલ પોતાના નામે કર્યો છે.


સિંધુએ 2016ની રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અગાઉ આ સિદ્ધિ માત્ર રેસલર સુશીલ કુમારના નામે હતી. એણે વ્યક્તિગત સ્પર્ધામાં ભારત તરફથી બે ઓલિમ્પિક મેડલ જીત્યા છે. સુશીલે બિજિંગ (2008) ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને લંડન ઓલિમ્પિક (2012)માં સિલ્વર મેડલ જીત્યો હતો.


બોક્સર સતીશ કુમાર હેવીવેઇટમાં વિશ્વના નંબર વન જલોલોવ બખોદિરી સામે હાર્યા બાદ મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. ઉઝબેકિસ્તાનના જલોલોવ બખોદિરીને પ્રથમ રાઉન્ડમાં તમામ જજોએ 10-10 અંક આપ્યા હતા. જ્યારે, બીજા રાઉન્ડમાં પણ નિર્ણય બકોદિરીની તરફેણમાં હતો. તેણે ત્રીજા રાઉન્ડમાં પણ સરળતાથી જીત મેળવી હતી. છેલ્લી મેચમાં સતીશ ઘાયલ થયો હતો. પહેલા એવા પણ સમાચાર હતા કે તેને ક્વાર્ટર ફાઇનલ માટે રિંગમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે.


રિયો ઓલિમ્પિકની ચેમ્પિયન આર્જેન્ટિનાની હોકી ટીમ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીએ આર્જેન્ટિનાને 3-1થી હરાવ્યું હતું. બીજી ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.