Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ગુરુવારે ભારતમાં કુસ્તીમાંથી સારા સમાચાર મળ્યા નથી. ભારતની પહેલવાન અંશુ મલિક બ્રોન્ઝ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 57 કિલોગ્રામ વર્ગની ઇવેન્ટમાં રેપેચેઝ રાઉન્ટ-1મા અંશુને રશિયાની વેલેરિયા કોબ્લોવાએ 1-5થી હાર આપી હતી. 


અંશુ પાસે પોતાના બંને રેપેચેજ મેચ જીતીને બ્રોન્ઝ જીતવાનો મોકો હતો. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં અંશુ ઇરીના કુરાચકિના સામે હારી ગઈ હતી. હવે ઇરીના ફાઇનલમાં પહોંચી હતી અને અંશુને રેપેચેઝમાં રમવાનો મોકો મળ્યો હતો. ઓલિમ્પિકમાં કુસ્તીના નિયમો પ્રમાણે, અંતિમ ફાઇનલસ્ટિ  સાથે હારનારને બ્રોન્ઝ માટે સેમિફાઇનલસ્ટિ સાથે રમવાનો મોકો મળે છે.


Tokyo Olympics: રેસલ વિનેશ ફોગાટની ક્વાટર્ટર ફાઇનલમાં હાર, હવે બ્રોન્ઝની આશા


Tokyo Olympics : વર્લ્ડ નંબર 1 વિનેશ ફોગાટની કુશ્તીની ક્વાર્ટર ફાઇનલમાં હાર થઈ છે. 53 કિલો વર્ગની કુસ્તી મેચમાં રેસલર હારી ગઈ છે. જોકે, હજુ બ્રોન્ઝ માટેની આશા છે. આ પહેલા ભારતની પુરુષ હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. બ્રોન્ઝ માટેની મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યું છે. 


ભારતની સ્ટાર મહિલા રસલર વિનેશ ફોગાટે ઓલિમ્પિકના અભિયાનની જીત સાથે શરૂઆત કરી હતી. મહિલાઓના 53 કિલો ફ્રિસ્ટાઇલ કુસ્તીમાં મૈટ પર ઉતરીને વિનેશે સ્વીડનની રેસલર મૈગડેલેના મૈટસનને 7-1થી માત આપી હતી. જોકે, આજે ક્વાર્ટર ફાઇનલમાં તે હારી ગઈ હતી. આજે ક્વાર્ટર ફાઇનલમાં બેલારસની પહેલવાન વેનેસા ક્લાઝિંસક્યા સામે હારી ગઈ હતી.