Tokyo Olympics 2020 Live: ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની શરુ, મૈરીકૉમ અને મનપ્રીતે કર્યું ભારતીય દળનું નેતૃત્વ

જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની શરુ થઈ ગઈ છે, ભારતના 22 એથલીટ અને 6 અધિકારી થશે સામેલ.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 Jul 2021 05:43 PM

ઓપનિંગ સેરેમનીમાં ચીનનુ દળ

ઓપનિંગ સેરેમનીમાં ચીનનું દળ. માત્ર છ મહીના બાદ દુનિયા ફરી એક સાથે આવશી બીઝિંગ-2022 શીતકાલીન ઓલિમ્પિક રમતો માટે

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી ટીમ ઈન્ડિયાને શુભેચ્છાઓ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યુ, આજથી ટોક્યોમાં ઓલિમ્પિકની શરુઆત થઈ ગઈ છે. આપણે બધા ભારતીયોના પ્રેમ અને આશા સાથે આપણા તમામ ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશને વધારેમાં વધારે મેડલ અપાવશે. ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ઓલિમ્પિક સેરેમનીમા પ્રથમ વખત 'eSwatini'દેશના દળે કર્યો પ્રવેશ

 


ઓલિમ્પિક સેરેમનીમા પ્રથમ વખત 'eSwatini'દેશના એથલીટે ઓલિમ્પિક સેરેમનીમાં ભાગ લીધો છે. આ કોઈ નવો દેશ નથી. દક્ષિણ આફ્રીકામાં સ્થિત સ્વાઝીલેન્ડ દેશનું નવું નામ છે. આ નવું નામ 2018માં સ્વીકાર કરવામાં આવ્યું હતું.

ભારતીય દળે કર્યો સ્ટેડિયમમાં પ્રવેશ

સ્ટેડિયમમાં ભારતીય દળે પ્રવેશ કર્યો છે. 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મૈરીકોમ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહએ ઉદ્ધાટન સમારોહમાં ભારતીય દળની આગેવાની કરી.

ઝંડો લઈને સૌથી પહેલા બહાર આવ્યું ગ્રીસ

 


ઝંડો લહેરાવનારા એથલીટ હવે બાહર આવવા લાગ્યા છે. ગ્રીક દળ પહેલા નંબર પર બહાર આવ્યું છે.

મનપ્રીત સિંહ અને મૈરી કૉમ હશે ભારતીય ધ્વજવાહક

 


ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં મનપ્રીત સિંહ અને મૈરી કૉમ ભારતીય ધ્વજવાહક હશે.

માર્ચપાસ્ટમાં 21માં નંબર પર ઉતરશે ભારતીય દળ

ટોક્યો ઓલિમ્પિક 2021ની ઓપનિંગ સેરેમનીમાં માર્ચપાસ્ટમાં 21માં નંબર પર ઉતરશે ભારતીય દળ. 22 એથલીટ અને 6 અધિકારીઓ થસે સામેલ. 

ટોક્યો ઓલિમ્પિક 2021ની ઓપનિંગ સેરેમની શરુ

 


ટોક્યો ઓલિમ્પિક 2021ની ઓપનિંગ સેરેમની શરુ થઈ ગઈ છે. આ સેરેમનીમાં કોરોના વાયરસના કારણે ભારતના 22 એથલીટ સામેલ થયા છે. તેમની સાથે 6 અધિકારીઓ પણ સેરેમનીમાં સામેલ થયા છે. 

બ્રેકગ્રાઉન્ડ

જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિકની શરુઆત થઇ રહી છે. રમતોની શરુઆત તો થઇ ચૂકી છે અને હવે ઓપનિંગ સેરેમની સાથે દબદબાભેર શુભારંભ થશે. કોવિડ-19 મહામારીના કારણે ગયા વર્ષે ઓલિમ્પિકને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી. આમ તો કોરોનાના કેસ ટોક્યોમાં ફરી એક વખત વધ્યા છે, પરંતુ આ વખતે આયોજકોએ સ્થગિત નહી કરવાનો નિર્ણય લીધો છે.


મહામારીના કારણે ઓલિમ્પિક રમતોમાં ઘણા મોટા બદલાવ જોવા મળશે. ખેલાડીઓને કોરોના વાયરસના ખતરાથી બચાવવા માટે કડક બાયો બબલ બનાવાયા છે. એટલું જ નહી ટોક્યો ઓલિમ્પિક મેદાન પર દર્શકો વગર રમાશે. 


ભારતની સાત રમતના 22 ખેલાડી અને 6 અધિકારી આ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારંભમાં ભાગ લેશે. ભારતે મોટાભાગના ખેલાડીઓને આ સમારંભથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.