જાપાનની રાજધાની ટોક્યોમાં 23 જુલાઈથી ઓલિમ્પિક શરૂ થવા જઈ રહી છે. પરંતુ કોરોના વાયરસના મામલા વધતાં જાપાન સરકાર અને ઓલિમ્પિકનું આયોજન કરનારા આયોજકોની મુશ્કેલી વધી ગઈ છે. કોરોના વાયરસના વધતાં મામલાને જોતા જાપાનના પ્રધાનમંત્રીએ ઈરમજન્સી લગાવ્યાની જાહેરાત કરી છે. હવે ટોક્યોમાં ઓલિમ્પિક્સ રમતોનુ આયોજન ઈમરજન્સી વચ્ચે થશે. ઓલિમ્પિક્સ રમતોમાં મેદાન પર દર્શકોને મંજૂરી નહી મળે. 



બુધવાર સાંજથી જ ટોક્યોમાં ઈમરજન્સી લગાવવાની ખબર સામે આવી રહી છે. જાપાનના પીએમ યોશિહિદે સુગાએ જાહેર કરી કે ટોક્યો શહેરમાં 12 જુલાઈથી 22 ઓગસ્ટ સુધી ઈમરજન્સી લાગુ રહેશે. આ પહેલા એક્સપર્ટ્સ સાથે થયેલી બેઠકમાં સરકારી અધિકારીએ સોમવારથી 22 ઓગસ્ટ સુધી ઈમરજન્સી લાગુ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.



કોરોના વાયરસના કારણે ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન પહેલા જ એક વર્ષ માટે ટાળવામાં આવ્યું હતું. જાપાનની સરકારે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને કેટલાક કડક ફેંસલા લીધા છે. 


છેલ્લા એક સપ્તાહથી રોજના સરેરાશ 663 કેસ



છેલ્લા 19 દિવસમાં ટોક્યોમાં સતત કોરોના વાયરસના મામલા વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી દરોરજના સરેરાશ 663 મામલા સામે આવી રહ્યા છે. બુધવારે ટોક્યોમાં કોરોના વાયરસથી બે લોકોના મોત થયા હતા ઉપરાંત 20 મામલા પણ નોંધાયા હતા. જે 13 મે બાદ એક દિવસમાં આવેલા સૌથી વધારે મામલા છે.



ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ



દેશમાં સતત 11મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. પરંતુ આ દરમિયાન દેશમાં  સતત બીજા દિવસે કોરોનાના કેસ વધતાં ફફડાટ ફેલાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 45,892 કેસ નોંધાયા છે. જેની સામે આજે ડિસ્ચાર્જ લોકોની સંખ્યા ઘટી હતી. આજે 44,291 લોકો ડિસ્ચાર્જ થયા હતા અને 817 લોકોના મોત થયા હતા. બુધવારે દેશમાં  43,733 નવા કેસ નોંધાયા હતા અને 47,240 લોકો સાજા થયા હતા.  દેશમાં કુલ રિકવરી રેટ 97 ટકાને પાર થઈ ગયો છે.