Tokyo Olympics 2020: ટોકિયો ઓલ્મિપિકમાં આજે ભારતને બોક્સિંગમાં અને તીંરદાજીમાં મેડલની આશા હતી. જો કે દીપિકાનો ટોકિયોમાં ઓલ્મિપિક સફર સમાપ્ત થઇ ગયો છે. તે ક્વાર્ટર ફાઇનલમાં 0-6થી હારી ગઇ.
ટોકિયો ઓલ્મિપિકનો આજે 8મો દિવસ છે. દીપિકા કુમારી કોરિયાની સાન અન સામે ક્વાર્ટર ફાઇનલમાં ઉતરી હતી. દિપિકાએ ત્રીજા સેટમાં 7,8,9,નો સ્કોર કર્યો. તો આન સનનું નિશાન 8,9,9, પર લાગ્યું. વર્લ્ડ નંબર વન દીપિકા આ મેચમાં શરૂઆતથી ફોર્મ ન હતી દેખાતી. તે આખા મેચમાં માત્ર 2 વખત 10નો સ્કોર બનાવી શકી. આન સનની વાત કરીઓ તો તેમને ત્રણ વખત ત્રણ પર નિશાન લગાવ્યું.
દિપીકા કુમારી ત્રીજા સેટમાં હારી ગઇ છે. ભારતને તેનાથી મેડલની આશા હતી. પરંતુ તે ક્વાર્ટર ફાઇનલમાં 0-6થી હારી ગઇ અને મેડલની રેસમાંથી દૂર થઇ ગઇ છે. દીપિકા 0-4થી પાછળ રહી ગઇ હતી. બીજો સેટ પણ કોરિયાની સાન અને જિત્યો. આન સને આ સેટ પર 9,10, 7નો સ્કોર બનાવી લીધો હતો. તો બીજી તરફ દીપિકાનું નિશાન 10,7,7 પર લાગેલું હતું.
દીપિકા કુમારી પહેલો સેટ હારી ગઇ હતી. કોરિયાની સાન અને પહેલા સેટમાં 10,10,નો સ્કોર કર્યો. દીપિકાનો સ્કોર 7,10,10 રહ્યો. પહેલો સેટ જિત્યા બાદ સાન અન 2-0થી દીપિકા કુમારીથી આગળ થઇ ગઇ.
બોક્સિંગમાં 69 કિલોગ્રામ ઇવેન્ટમાં સેમીફાઈનલમાં સ્થાન મેળવીને લવલિનાએ ઈતિહાસ રચી દીધો છે. લવલીના ભારત તરફથી આ કેટેગરીમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે. લવલીના પાસે જોકે ભારત માટે બોક્સિંગમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાની તક છે. પરંતુ તેના માટે લવલીનાએ હજુ બે મેચ જીતવી પડશે.
લવલિનાએ 69 કિલોગ્રામ કેટેગરીના ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની નિએન ચિન ચેનને હાર આપી હતી. તેની સાથે જ લવલિનાનો મેડલ પાક્કો થઈ ગોય છે. લવલિના હવે સેમીફાઈનલ મેચ રશે. સેમીફાઈનલમાં મેચ હારવા પર લવલિનાને બ્રોન્ઝ મેડલ મળશે. લવલિનાએ ઇતિહાસ રચતા ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બીજો મેડલ પાક્કો કરી લીધો છે.
રસપ્રદ વાત એ છે કે, 23 વર્ષની લવલિના બોરગોહેન પહેલાં કિક બોક્સિંગ કરતી હતી પણ પછી કિક બોકેસિંગ છોડીને બોક્સિંગમાં આવી છે. આસામના ગોલાઘાટની માત્ર 23 વર્ષની લવલિના બોરગોહેને બોક્સિંગ અપનાવ્યા પછી મેડલની તક ઉભી કરીને લોકોનાં દિલ જીતી લીધાં છે.
મહિલાઓના 69 કિલો વજનના વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 23 વર્ષીય લવલિનાએ જર્મનીની 35 વર્ષીય બોક્સર નાદિને એપેટ્જને હાર આપી. નાદિને ન્યરોસાયન્સમાં પીએચ.ડી. થયેલી છે. લવલિનાએ આ મેચ સ્પ્લિટ ડિસિજનથી 3-2થી જીતી હતી. . ત્રણેય રાઉન્ડમાં જજોનો એકંદર નિર્ણય લવલિનાની તરફેણમાં રહ્યો હતો. લવલિના હવે મેડલ મેળવવાથી માત્ર એક જીતથી દૂર છે. બોક્સીંગમાં, સેમિફાઇનલમાં પહોંચતાની સાથે જ ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ નક્કી થઈ જાય છે. લવલિનાની ક્વાર્ટર ફાઇનલ બાઉટ 30 જુલાઈએ ચીનના તાઈપેની ચિન નિએન સાથે થશે.