બોક્સિંગમાં 69 કિલોગ્રામ ઇવેન્ટમાં સેમીફાઈનલમાં સ્થાન મેળવીને લવલિનાએ ઈતિહાસ રચી દીધો છે. લવલીના ભારત તરફથી આ કેટેગરીમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે. લવલીના પાસે જોકે ભારત માટે બોક્સિંગમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાની તક છે. પરંતુ તેના માટે લવલીનાએ હજુ બે મેચ જીતવી પડશે.


લવલિનાએ 69 કિલોગ્રામ કેટેગરીના ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની નિએન ચિન ચેનને હાર આપી હતી. તેની સાથે જ લવલિનાનો મેડલ પાક્કો થઈ ગોય છે. લવલિના હવે સેમીફાઈનલ મેચ રશે. સેમીફાઈનલમાં મેચ હારવા પર લવલિનાને બ્રોન્ઝ મેડલ મળશે. લવલિનાએ ઇતિહાસ રચતા ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે બીજો મેડલ પાક્કો કરી લીધો છે.


રસપ્રદ વાત એ છે કે, 23  વર્ષની લવલિના બોરગોહેન પહેલાં કિક બોક્સિંગ કરતી હતી પણ પછી કિક બોકેસિંગ છોડીને બોક્સિંગમાં આવી છે. આસામના ગોલાઘાટની માત્ર 23 વર્ષની લવલિના બોરગોહેને બોક્સિંગ અપનાવ્યા પછી મેડલની તક ઉભી કરીને લોકોનાં દિલ જીતી લીધાં છે.


મહિલાઓના 69 કિલો વજનના વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 23 વર્ષીય લવલિનાએ જર્મનીની 35 વર્ષીય બોક્સર નાદિને એપેટ્જને હાર આપી. નાદિને ન્યરોસાયન્સમાં પીએચ.ડી. થયેલી છે. લવલિનાએ આ મેચ સ્પ્લિટ ડિસિજનથી 3-2થી જીતી હતી. . ત્રણેય રાઉન્ડમાં જજોનો એકંદર નિર્ણય લવલિનાની તરફેણમાં રહ્યો હતો. લવલિના હવે મેડલ મેળવવાથી માત્ર એક જીતથી દૂર છે. બોક્સીંગમાં, સેમિફાઇનલમાં પહોંચતાની સાથે જ ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ નક્કી થઈ જાય છે. લવલિનાની ક્વાર્ટર ફાઇનલ બાઉટ 30 જુલાઈએ ચીનના તાઈપેની ચિન નિએન સાથે થશે.


ગુરુવારે ઓલિમ્પિકમાં ભારત


ટોક્યો ઓલિમ્પિક્સમાં ગુરવારે ભારતીય ખેલાડીઓએ સારી શરૂઆત કરી છે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. હોકી ટીમે આર્જેન્ટીનાને 3-1થી હરાવ્યું. તીરંદાજીમાં અતનુ દાસ 2 વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટને હરાવીને પુુરુષ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે.


 બોક્સિંગમાં સતીશ કુમારે સુપર હેવી વેટ(91+ કિલોગ્રામ) કેટેગરીના અંતિમ-8માં સ્થાન મેળવી લીધુ છે. 25 મીટર મહિલા એર પિસ્તોલના પ્રથમ ક્વાલિફાઈંગ રાઉન્ડમાં યુવા શૂટર મનુ ભાકરે સારો દેખાવ કર્યો છે.


 બોક્સિગમાં મોટો ઝટકો લાગ્યો છે. દિગ્ગજ બોક્સર મેરિકોમ કોલંબિયાની ઈંગ્નિટ લોરેના વોલેશિયા સામે હારી ગઈ છે. મેરિકોની 2-3થી હાર થઈ હતી. જેની સાથે ભારતની મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું.


 પહેલા રાઉન્ડમાં મેરિકોમની 1-4થી હાર થઈ હતી. જે બાદ બીજા રાઉન્ડમાં શાનદાર વાપસી કરી હતી. પ્રથમ રાઉન્ડમાં ડિફેંસિવ લાગતી મેરિકોમે બીજા રાઉન્ડમાં જોરદાર આક્રમક રમત દાખવીને કોલંબિયાની ઈંગ્નિટ લોરેના વાલેંશિયાને 3-2થી હાર આપી હતી. જોકે અંતિમ રાઉન્ડમાં તેની હાર થવાની સાથે જ ભારતની મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું.