સૌથી લાંબા ડોપિંગ વિવાદ બાદ રશિયા ટોક્યો ઓલિમ્પિકમાં એક નવા નામ સાથે ભાગ લઈ રહ્યું છે. તે ટોક્યો ઓલિમ્પિકમાં ROC તરીકે ઓળખાશે. મેડલ સેરેમની દરમિયાન કોઈ પોડિયમ ઉપર રશિયાનો ઝંડો પણ નજરે નડીં પડે અને ખેલાડીના ડ્રેસ પર પણ રાષ્ટ્રીય રંગોનો જ ઉપયોગ કરાશે.
2019માં વર્લ્ડ એંટી ડોપિંગ એજન્સીએ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. એજન્સીએ કહ્યું કે, રશિયા પર ભલે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય પરંતુ તેના ખેલાડી, જેમને ડોપિંગમાં ક્લિન ચીટ મળી છે તેઓ ન્યૂટ્રલ ફ્લેગ સાથે રમતમાં હિસ્સો લઈ શકશે. આમ ડોપિંગ મામલાના પડછાયો હજુ પણ રશિયાની ટીમ પર છે. તેથી આ વખતે રશિયા ઓલંપિક એથલિટ ઓફ રશિયાના નામના બદલ રશિયા ઓલમ્પિક સિમિત સાથે મેદાનમાં ઉતરી છે. ખેલાડીઓ સત્તાવર રીતે રશિયાનું નહીં પરંતુ આરઓસીનું પ્રતિનિધિત્વ કરશે અને રશિયાના નામ, ધ્વજ અને રાષ્ટ્રગીત પર પ્રતિબંધ રહેશ. આલોચકોનું કહેવું છે કે રશિયાની ટીમ જ્યારે રાષ્ટ્રીય રંગના પોષાક સાથે ઉતરશે ત્યારે અંતર ઓળખવું ખૂબ મુશ્કેલ હશે.
રશિયાના ખેલાડીઓના પોશાક પર લાલ, સફેદ અને નીલા રંગનો ઉપયોગ થશે. જોકે રાષ્ટ્રધ્વજ અને દેશનું નામ નહીં લખેલું હોય, આ ઉપરાંત કોઈ રાષ્ટ્રીય પ્રતીકનો પણ ઉપયોગ નહીં કરાયો હોય. સ્પર્ધામાં ભાગ લેતાં ખેલાડીએ કહ્યું કે તેમને રીંછની તસવીર વાળો ડ્રેસ પહેરવાથી પણ રોકવામાં આવી હતી.
સત્તાવાર ઓલિમ્પિક દસ્તાવેજ અને ટીવી ગ્રાફિક્સમાં રશિયાની ટીમના પરિણામ ROC તરીકે જ બતાવાશે. ઉપરાંત રશિયન ઓલિમ્પિક સમિતિના પૂરા નામનો પણ ઉલ્લેખ નહીં કરવામાં આવે. ગોલ્ડ મેડલ વિનર્સ માટે રાષ્ટ્રગીતના સ્થાને રશિયાના સંગીતકાર ચેકોવસ્કીનું સંગીત વગાડવામાં આવશે.
મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચી દીધો છે. ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો છે. બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનું પ્રથમ મેડલ છે.