India Schedule, Tokyo Olympic 2020 Matches List: ટોક્યો ઓલિમ્પિકનો આજે 13મો દિવસ છે. ભારત માટે આજનો  દિવસ ખૂબ સારો રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં  ત્રણ મેડલ આવ્યા છે. જેમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 65માં ક્રમે છે.


ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિકના 13મા દિવસે  ભારતીય બોક્સર લવલિનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વુમન્સ 64થી 69 કિલોની સ્પર્ધાની સેમિફાઇનલ મેચમાંથી તેની હાર થઈ છે. જ્યારે ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સેમિફાઇનલમાં કઝાકિસ્તાનના નુરીસ્લામ સાનાએવને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો કુસ્તીમાં સિલ્વર મેડલ પાક્કો થઈ ગયો છે. જ્યારે ભારતીય એથ્લેટ નિરજ ચોપડાએ જેવલિન થ્રોમાં એટલે કે ભાલા ફેંક સ્પાર્ધાની ફાઈનલ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ પ્રયાસમાં જ નિરજે 86.65 મીટર દુર ભાલુ ફેંકીને ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે.


આવતીકાલે ભારતના કુસ્તીબાજ રવિ કુમાર દહિયાની નજર ગોલ્ડ મેડલ પર રહેશે. જ્યારે દીપક પુનિયા અને  પુરુષ હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે રમશે. આવતીકાલે ભારતીય ખેલાડીઓ કઇ રમતોમાં મેડલ માટે રમશે તેની અહી જાણકારી આપવામાં આવી છે.  


એથ્લેટિક્સ


પુરુષોની 20 કિમી વોક ફાઇનલઃ કેટી ઇરફાન, રાહુલ રોહિલ્લા, સંદીપ કુમાર-બપોરે 1 વાગ્યે


ગોલ્ફ


મહિલા રાઉન્ડ-2 અદિતિ અશોક- સમય 5:55 AM


હોકી


 


ભારતીય પુરુષોની હોકી ટીમ જર્મની સામે સવારે સાત વાગ્યે બ્રોન્ઝ મેડલ માટે રમશે


 


કુશ્તી


મહિલાઓની ફ્રીસ્ટાઇલ 53 કિગ્રા રાઉન્ડ ઓફ 16: વિનેશ ફોગટ વર્સિસ સોફિયા મૈટસન. સવારે આઠ વાગ્યે રમાશે.


 


મહિલા ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા રેપેચેજઃ અંશુ મલિક વેલેરિયા કોબ્લોવા સામે ટકરાશે


પુરુષોની ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા ગોલ્ડ મેડલ માટે રવિકુમાર દહિયા જૌર ઉગુવે સામે સવારે સાડા સાત વાગ્યે રમશે.


પુરુષોની ફ્રીસ્ટાઇલ 86 કિગ્રા બ્રોન્ઝ મેડલ માટે દીપક પુનિયા રેપેચેજના વિજેતા સામે ટકરાશે