Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ભારતે ઇતિહાસ રહ્યો છે. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરા(NeeraJ Chopra)એ આજે 87.58 મીટર જવેલિન થ્રો ( javelin throw) કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરાનું ભારતની સ્ટાર મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટ સાથે અફેર હોવાની અફવા પણ ઉડી હતી.
વિનેશ ફોગાટે અફવા ઉડ્યા બાદ શું કર્યું
2018માં એશિયન ગેમ્સમાં વિનેશ ફોગાટે શાનદાર દેખાવ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિનેશની આ જીત બાદ તેના અફેરની અફવા ઉડી હતી. વિનેશની ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા નિરજ ચોપરા સાથે અફેરની અફવા ઉડ્યા બાદ તેણે પોતાના પતિ સાથે ફોટો શેર કરીને પૂર્ણ વિરામ મુકી દીધું હતું. તે સમયે બંને જણા અફેર હોવાની વાતને રદિયો આપ્યો હતો.
વિનેશ-નીરજના અફેરની ક્યારે ઉડી હતી અફવા
એશિયન ગેમ્સમાં વિનેશનો મુકાબલો ચાલતો હતો ત્યારે તેનો ઉત્સાહ વધારવા નીરજ ત્યાં હાજર હતો. જે બાદ વિનેશ અને નીરજના અફેરની અફવા ઉડી હતી. પરંતુ વિનેશે ઈન્સ્ટાગ્રામ પર તેના પતિ સોમવીર રાઠી સાથે ફોટો શેર કરીને લખ્યું કે, આ મારો સૌથી સારો નિર્ણય છે. સોમવીર પણ પહેલવાન છે અને હરિયાણાના સોનિપતનો રહેવાસી છે. તે રેલવેમાં ટીટીઈની નોકરી કરે છે.
હરિયાણા સરકારે નીરજ ચોપડાને 6 કરોડ રૂપિયા રોકડા અને ગ્રેડ એની સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. હરિયાણાના સીએમ મનોહર ખટ્ટરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, નીરજ ચોપડાએ ન માત્ર ગોલ્ડ મેડલ જીત્યો છે પરંતૃ આ સાથે દેશના લોકોનું દિલ પણ જીતી લીધું, આજે સમગ્ર દેશ તેમના માટે ગૌરવ અનુભવી રહ્યો છે. આ પળનો દેશને વર્ષોથી ઇંતેજાર હતો. હરિયાણા સરકારે ટોકયો ઓલ્મિપિક શરૂ થતાં પહેલા પણ જાહેરાત કરી દીધી હતી કે, હરિયાણાને જે ખેલાડી ગોલ્ડ જીતીને આવશે તેમને 6 કરોડનું ઇમાન હરિયાણા સરકારથી મળશે.