Tokyo Olympics 2020 Live: બેડમિન્ટનમાં પીવી સિંધુની સેમીફાઇનલમાં હાર

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 31 Jul 2021 04:43 PM
પીવી સિંધુની સેમીફાઈનલમાં હાર

ચાઇનીઝ તાઈ પહેલી ગેમમાં એક સમયે 4 પોઇન્ટથી આગળ હોવા છતાં પીવી સિંધુ પહેલો સેટ 18-21થી હારી ગઈ હતી. સિંધુને સતત બીજી ગેમમાં પણ 21-12થી હરાવી દીધી હતી.

બેડમિન્ટનમાં પીવી સિંધુ સેમીફાઇનલમાં હાર

બેડમિન્ટનમાં પીવી સિંધુ સેમીફાઇનલમાં હાર થઈ છે. ચાઇનીઝ તાઇપેઇની તાઇ ત્ઝુ-યિંગ વચ્ચે 2020 ટોક્યો ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં મુકાબલો હતો.

તાઈએ સિંધુ પર 18-10 લીડ બનાવી

સિંધુના હાથમાંથી મેચ જતી હોય તેમ લગી રહ્યું છે. તાઈએ સિંધુ પર 18-10 લીડ બનાવી લીધી છે. 

તાઈ 13-8થી આગળ

ચીની ખેલાડી તાઈ 13-8થી આગળ છે. 

તાઈએ પ્રથમ સેટમાં 21-18થી જીત મેળવી

બેડમિન્ટનના રોમાંચક મુકાબલામાં તાઈએ પ્રથમ સેટમાં 21-18થી જીત મેળવી

બેડમિન્ટન સેમિફાઇનલ મુકાબલો

ભારતની પીવી સિંધુ અને ચાઇનીઝ તાઇપેઇની તાઇ ત્ઝુ-યિંગ વચ્ચે 2020 ટોક્યો ગેમ્સમાં મહિલા સિંગલ્સ બેડમિન્ટન સેમિફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે. 


 

તાઈ જૂ યિંગ સામે ટકરાશે

મહિલા સિંગલ સેમીફાઈનલ પીવી સિંધુ આજે તાઈ જૂ યિંગ (ચીની તાઈપે) સામે બપોરે 3-20એ ટકરાશે.

બ્રેકગ્રાઉન્ડ

Tokyo Olympic 2020:  ઓલિમ્પિકમાં સિંધુનો મુકાબલો શરુ થઈ ગયો છે. 11-8થી આગળ છે. 


 


ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 51માં ક્રમે છે. અમેરિકા 14 ગોલ્ડ, 16 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ 41  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 18 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મળી કુલ 38 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ એમ મળી કુલ 28 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.


પીવી સિંધુ સેમી-ફાઇનલમાં પહોંચી


ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમની જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી હરાવી છે. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.