Tokyo Paralympic : ટોક્યો ઓલિમ્પિક પછી હવે પેરાલિમ્પિક પર બધાની નજર છે. ત્યારે ભારતનો ટોક્યો પેરાલિમ્પિકમાં પહેલો મેડલ મળવાની આશા બંધાઈ છે. આજે ભારતીય ખેલાડી ભાવિના પટેલે ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી છે. સર્બિયાની બોરિસ્લાવા પેરિકને પરાજય આપીને ભાવિનાએ સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
ગુજરાતી યુવતી ભાવિનાબેન આજે સવારે ક્વાટર ફાઇનલમાં પહોંચી હતી. ભાવિના પટેલે આ મૅચમાં 12-10, 13-11 અને 11-6થી જીત મેળવી હતી. બ્રાઝીલ સામેના મુકાબલામાં તેણે ઓલિવિએરાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી લઈ લીધી હતી. પેરાલિમ્પિકમાં ભાવિના પટેલને મેડલ મળી શકે છે.
ભાવિના પટેલે ટેબલ ટેનિસની વુમન્સ સિંગલ ક્લાસ-4ની કેટગરીમાં આજે વિજય સાથે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આજે 3.50 વાગ્યે તેની ક્વાર્ટર ફાઇનલ મેચ થઈ હતી. સર્બિયાની બોરિસ્લાવા પેરિક સાથે તેનો મુકાબલો થયો હતો.