ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics) ભારતીય ભાલા ફેંક એથ્લિટ સુમિત અન્તિલે (sumit antil javelin thrower)  શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો હતો. તેમણે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. પ્રથમવાર પેરાલિમ્પિક રમતોમાં સુમિતે જેવલિન થ્રોના F-64 ઇવેન્ટમાં પોતાના બીજા પ્રયાસમાં 68.08 મીટરનો થ્રો કર્યો હતો. બાદમા તેમણે પાંચમા પ્રયાસમાં 68.55 મીટરનો થ્રો સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.


સુમિતે પોતાના પ્રથમ પ્રયાસમાં 66.95 મીટર દૂર ભાલો ફેંક્યો હતો જે પણ એક રેકોર્ડ છે. બીજા પ્રયાસમાં તેમાં સુધારો કરી 68.08 મીટર ભાલો ફેંક્યો છે. ત્રીજા પ્રયાસમાં તેમણે 65.27 મીટર, ચોથા પ્રયાસમાં 66.71 અને પાંચમા પ્રયાસમાં સુમિતે 68.55 મીટર ભાલો ફેંક્યો હતો.


 






ઓસ્ટ્રેલિયાના માઇકલ બરિયને 66.29 મીટર થ્રો કરી સિલ્વર મેડલ જીત્યો હતો. શ્રીલંકાના દુલન કોડિથુવક્કૂએ 65.61 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં F-44 ક્લાસમાં ભારતના જ સંદીપ ચોથા સ્થાન પર રહ્યો હતો.  


ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીનો મેડલ છીનવાયો


ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં ભારતને ઝટકો લાગ્યો છે. ડિસ્ક્સ થ્રોમાં વિનોદ કુમારે ભાગ લીધો હતો અને તેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે વિરોધ બાદ વિનોદ કુમારનો બ્રોન્ઝ મેડલ હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે વિનોદ કુમારને હવે આ મેડલ મળશે નહીં. ટોક્યો પેરાલિમ્પિકની ટેકનિક પ્રતિનિધિએ નક્કી કર્યું છે કે વિનોદ કુમાર ડિસ્ક્સ થ્રો (F 52 ક્લાસ) માટે યોગ્ય શ્રેણીમાં આવતા નથી.