ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં ભારતને ઝટકો લાગ્યો છે. ડિસ્ક્સ થ્રોમાં વિનોદ કુમારે ભાગ લીધો હતો અને તેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે વિરોધ બાદ વિનોદ કુમારનો બ્રોન્ઝ મેડલ હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે વિનોદ કુમારને હવે આ મેડલ મળશે નહીં. ટોક્યો પેરાલિમ્પિકની ટેકનિક પ્રતિનિધિએ નક્કી કર્યું છે કે વિનોદ કુમાર ડિસ્ક્સ થ્રો (F 52 ક્લાસ) માટે યોગ્ય શ્રેણીમાં આવતા નથી.



બીએસએફના 41 વર્ષના જવાન વિનોદ કુમારે 19.91 મીટર ડિસ્ક્સ થ્રો કરીને એશિયન રેકોર્ડ બનાવ્યો હતો. ડિસ્ક્સ થ્રો એથ્લિટ વિનોદ કિમારે પુરુષોની F52 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પરંતુ તેમની દિવ્યાંગતા ક્લાસિફિકેશન પર વિરોધ બાદ મેડલ રોકવામાં આવ્યો હતો. આ અગાઉ  વિનોદ કુમારે પોતાના છઠ્ઠા પ્રયાસમાં 17.46 મીટરનો થ્રો સાથે શરૂઆત કરી હતી. બાદમાં તેમણે 18.32 મીટર, 17.80 મીટર, 19.20 મીટર, 19.91 મીટર, અને 19.81 મીટરના થ્રો કર્યા હતા.


પેરા એથ્લીટ દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર મેડલ જીત્યો


ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં  પોતાનું શાનદાર પ્રદર્શ યથાવત રાખ્યું છે. પેરા એથ્લીટ દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર અને સુંદર સિંહે બરછી ફેંક F45 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક ગેમ્સમાં દેવેન્દ્ર ઝાઝરિરીયાનો આ ત્રીજો મેડલ છે. આ પહેલા તે બે વખત ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.


અવની લેખારાએ શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ


ભારતની અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 19 વર્ષની શૂટરએ મહિલાઓની 10 મીટર એર રાઇફલના વર્ગ SH1માં પ્રથમ સ્થાન મેળવ્યું. તેણીએ 249.6નો સ્કોર કર્યો અને ટોપ કર્યું. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે.જયપુરની અવનીએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 21 શૂટર વચ્ચે સાતમા સ્થાને રહીને આ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે 60 શ્રેણીમાં છ શોટ બાદ 621.7નો સ્કોર કર્યો હતો, જે ટોચના આઠ નિશાનેબાજોમાં સ્થાન મેળવવા માટે પૂરતો હતો. આ ભારતીય શૂટરએ શરૂઆતથી અંત સુધી સાતત્ય જાળવી રાખ્યું અને સતત 10 થી વધુ સ્કોર બનાવ્યા. 626.0 ના પેરાલિમ્પિક ક્વોલિફિકેશન રેકોર્ડ સાથે ચીનના ઝાંગ કુઇપીંગ અને યુક્રેનની ઇરિયાના શેટનિક પ્રથમ બે સ્થાન મેળવ્યા છે.


 


સૌરાષ્ટ્ર ભાજપના કયા દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે ? FB પોસ્ટ કરીને ખુદ આપી જાણકારી


ન્યૂઝીલેન્ડમાં કોરોના રસીથી પ્રથમ મોત, ફાઈઝરની રસી લેનાર મહિલાનું થયું મૃત્યુ


Exclusive: ભારત સાથે સારા સંબંધ ઇચ્છે છે તાબિલાન, કહ્યું- ભારત અમારું દુશ્મન નથી