ફરી એકવાર આ ભારતીય ક્રિકેટરે બતાવી દરિયાદિલી, ઉઠાવશે શહીદ જવાનના દીકરાનો ખર્ચ
ગૌતમ ગંભીરે પોતાનું એક ફાઉન્ડેશન બનાવ્યું છે. આ ક્રિકેટરે જણાવ્યું હતું કે,’ગૌતમ ગંભીર ફાઉન્ડેશન આ સમગ્ર શહીદના સંતાનોના અભ્યાસનો ખર્ચ ઉઠાવશે. મારી ટીમે આ પર કામ શરુ કર્યું છે અને ટૂંક સમયમાં જ હું આ કામની પ્રગતિનો અહેવાલ આપીશ.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત ગંભીર સુકમામાં નક્સલી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ સૈનિકોના પરિવારની મદદ માટે પણ આગળ આવ્યો હતો. તેણે 2017માં શહીદ થયેલા સૈનિકોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ગૌતમ ગંભીરનું ફાઉન્ડેશન લોકોને મફતમાં ભોજન પણ આપે છે.
નોંધનીય છે કે અભિરુન દાસની ઉંમર પાંચ વર્ષ છે. તેના પિતા દિવાકર દાસ આસામના કામરુપ જિલ્લામાં પલાશબાડીમાં રહેતા હતાં. ગત વર્ષે એક હુમલામાં તેઓ શહીદ થયાં હતાં. આ પહેલા પણ ગૌતમ ગંભીરે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં શહીદ થયેલા સૈનિક અબ્દુલ રાશિદની દીકરીની જવાબદારી લીધી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે એકવાર ફરી પોતાની દરિયાદિલી બતાવકા એક શહીદ જવાનના દીકરાની જવાબદારી ઉઠાવાવનો નિર્ણય કર્યો છે. અસમમાં શહીદ સીઆરપીએફના જવાન દિવાકર દાસના દીકરાના અભ્યાસ અને મૂળભુત સુવિધાઓની જવાદારી પોતે ઉઠાવી લીધી છે. આ રીતે ભારતીય ક્રિકેટરે પોતાના ગૌતમ ગંભીર ફાઉન્ડેશન (GGF)ના માધ્યમથી એક પ્રશંસનીય કામ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -