સચિન-કાંબલીની જોડી ફરી એક વખત મચાવશે ધમાલ, જાણો વિગત
સચિન તેંડુલકર આ કમેન્ટથી ખુબજ દુઃખી થયો હતો. આ જ કારણે સચિને 2013માં તેની ફેરવેલ સ્પીચમાં કાંબલીનો ક્યાંય ઉચ્ચાર પણ કર્યો નહી. જો કે ગત વર્ષે આ બંને મિત્રો વચ્ચેની ગેરસમજણ દુર થઈ ગઈ. તેઓ ફરી એકવાર એકબીજાના ખુબજ સારા મિત્રો બની ગયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસચિને હાલમાં જ તેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. જેમાં તે 7 વર્ષની ઉંરથી લઈને 18 વર્ષના યુવાનોને ક્રિકેટ કોચિંગ કરાવશે. તેડુંલકરે આ મોકા પર કહ્યુ હતુ કે વિનોદ અને હું સ્કૂલમાં એક સાથે ક્રિકેટ રમતા હતા. હાલમાં મારી મુલાકાત જ્યારે તેમની સાથે થઈ તો મે તેને મારા પ્રોજેક્ટવીશે જણાવ્યુ વિનોદ આ પ્રોજેક્ટનો હિસ્સો બનવા તૈયાર છે.
9 વર્ષ પહેલા વિનોદ કાંબલીએ સચિન તેંડુલકર સાથે પોતાની દોસ્તી એ કહીને ખત્મ કરી હતી કે તેના ખરાબ સમયમાં સચિને તેનો સાથ આપ્યો ન હતો. કાંબલીએ એક રિયાલિટી શોમાં જાહેરમાં આ વાત કરી હતી.
મુંબઈઃ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની જોડી ભારત માટે રમવા પહેલા જ મશહૂર થઈ ગઈ છે. 1988માં આઝાદ મેદાનમાં સ્કૂલમાં રમતા ક્રિકેટ દરમિયાન 664 રનોની ભાગીદારી કરી હતી. અને ક્રિકેટ જગતને ચોંકાવી દીધા છે. હવે આ દિગ્ગજ જોડી એક વાર ફરી ક્રિકેટ મેદાનમાં પોતોનો જાદૂ ચલાવશે. પણ આ વખતે તેમનો ટાર્ગેટ છે પ્રતિભાઓને નિખારવી અને મુંબઇ અને ભારતના ક્રિકેટ જગતમાં ટોપ બનાવી રાખવો.
90ના દશકમાં કાંબલી અને તેડુંલકરની જોડી જય અને વીરૂની જોડીના નામથી જાણીતી હતી, પણ જ્યારે પોસ્ટ રિટાયરમેન્ટ પાર્ટીમાં સચિને કાંબલીને આમંત્રણ ન આપ્યુ તો કાબંલીને બહુ ખરાબ લાગ્યું. તેણે કહ્યુ કે સચિનને તેનો સ્કૂલનો લંગોટિયો મિત્ર યાદ ન રહ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -