નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાના કેર વચ્ચે ફરી એકવાર સ્પોર્ટ્સ પાટા પર આવ્યુ છે, ફૂટબૉલ પ્રેમીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, કેમકે ફરી એકવાર ક્લબ ફૂટબૉલ મેચો શરૂ થઇ ગઇ છે.


કોરોનાના કારણે દુનિયાભરમાં ફૂટબૉલની મેચોને પણ રદ્દ કરી દેવામાં આવી હતી, હવે જર્મનીમાં ક્લબ ફૂટબૉલ લીગની મેચો ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.

માર્ચથી લગભગ બે મહિનાના વિરામ બાદ જર્મન ફૂટબૉલ લીગ શરૂ થઇ, બુંદેસલિગામાં શનિવારે પહેલી મેચ બોરશિયા ડૉર્ટમુંડ અને એફસી શેલકેની ટીમો વચ્ચે રમાઇ, જોકે આ મેચ વગર દર્શકોથી રમાઇ હતી.

બોરેશિયા ડૉર્ટમુંડે આ મેચમાં શેલકેને 4-0થી હરાવી દીધુ, આ જીતથી ડૉર્ટમુંડની ટીમ સાથે જ 26 મેચોમાં 54 પૉઇન્ટની સાથે લીગ ટેબલમાં બીજા નંબર પર આવી ગઇ છે. પૉઇન્ટ ટેબલમાં સૌથી ઉપર બાર્યન મ્યૂનિક છે. રવિવારે બાયર્નને યુનિયન બર્લિન ક્લબ વિરુદ્ધ અવે મેચમાં રમવુ પડશે. હાલ ડૉર્ટમુંડ 54 પૉઇન્ટ પર છે, વળી બાયર્નની ટીમ 55 પૉઇન્ટથી લઇને થોડીક આગળ ચાલી રહી છે.