રિપોર્ટ પ્રમાણે ચુન્ની ગોસ્વામીએ કોલકત્તાની એક હૉસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. મહાન ફૂટબૉલરના અંતિમ સમયે હૉસ્પીટલમાં તેમની સાથે તેમનો પરિવારિ હતો, ચુન્ની ગોસ્વામીની પત્ની અને દીકરો સુદિપ્તો સાથે હતા.
ઉલ્લેખનીય છે કે ચુન્ની ગોસ્વામી 1962 એશિયન ગેમ્સમાં ગૉલ્ડ મેડલ જીતનારા ટીમના કેપ્ટન હતા, એટલું જ નહીં ચુન્ની ગોસ્વામીએ ક્રિકેટમાં પણ મહારથી હાંસલ કરી હતી, તેમને બંગાળ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમી હતી.
ચુન્ની ગોસ્વામીના નિધન બાદ તેમના પરિવારે કહ્યું કે, તેમને હ્રદય રોગનો હુમલો થયો અને હૉસ્પીટલમાં લગભગ પાંચ વાગે તેમનુ નિધન થઇ ગયુ હતુ.
પરિવારે જાણકારી આપી કે ચુન્ની ગોસ્વામી ડાયાબિટીસ, પ્રૉસ્ટ્રેટ અને નર્વ સિસ્ટમ સંબંધિત બિમારીઓ સામે ઝઝૂમી રહ્યાં હતા.