74 દિવસથી રેન્ડી જુઆન મુલર મુંબઇ એરપોર્ટ પર છે, અને હવે તેને પરત ઘાના જવા માટે વિમાન સેવાઓ શરૂ થાય ત્યા સુધી રાહ જોવી પડશે. રેન્ડી જુઆન મુલર કેરાલામાં એક ક્લબ માટે રમવા ભારત આવ્યો હતો. આ દરમિયાન તેને સુરક્ષાકર્મીઓ અને અન્ય સ્ટાફે એરપોર્ટ પર મદદ કરી હતી.
23 વર્ષીય રેન્ડી જુઆન મુલરે મદદ માટે શનિવારે મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે અને યુવા સેનાના પદાધિકારી રાહુલ કનાલને આભાર માન્યો હતો. તેને કહ્યું- ધન્યવાદ, આદિત્ય ઠાકરે, રાહુલ કનાલ, તમારો ખુબ ખુબ આભાર...
નોંધનીય છે કે કેરાલમાં એક ક્લબ માટે રમવા આવેલા રેન્ડી જુઆન મુલરને કેન્યા એરબેઝના વિમાન મારફતે પોતાના દેશમાં પરત જવાનુ હતુ, પણ લૉકડાઉન લાગુ થવાના કારણે તેને મુંબઇ એરપોર્ટ પર ફસાઇ જવાનો વારો આવ્યો હતો. તે લૉકડાઉનના સમયમાં બગીચામાં ફરતો હતો અને કોઇને કોઇ સ્ટૉલ પરથી ખાવાનુ ખાઇ લેતો હતો.