જાણકારી અનુસાર, કેટલાક વર્ષો પહેલા રેની ગ્રેસી ઓસ્ટ્રેલિયાની પહેલા ફૂલટાઇમ મહિલા કાર રેસર બની હતી. પણ વર્ષ 2017માં તેને કોઇ અન્ય મહિલા ડ્રાઇવરે રેસિંગમાં પછાડી દીધી. બાદમાં તેને પોતાની આ રમત માટે કોઇ સ્પૉન્સર ન હતો મળ્યો. આ બધા કારણોસર રેની ગ્રેસી છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીમાંથી પસાર થઇ રહી હતી. ત્યારબાદ તેને મોટરસ્પોર્ટ્સમાં પોતાની કેરિયર બનાવવાનો ફેંસલો કરી લીધો હતો.
રેનીને એક સ્થાનિક કાર યાર્ડમાં પણ નોકરી કરવી પડી, સતત પૈસાની કમીથી ઝઝૂમવાના કારણે તે સ્પોન્સરશિપથી દુર થઇ ગઇ, અને બાદમાં તેને એડલ્ટમાં પગ મુકવાનો નિર્ણય કર્યો હતો. તે દર અઠવાડિયે 2500 ડૉલર કમાતી હતી.
રેની ગ્રેસીએ ખુલાસો કર્યો કે જ્યારથી તેને સ્વિચ કરી ત્યારથી તેને આર્થિક સ્થિતિ બહુ સુધરી ગઇ છે. રેની ગ્રેસી પહેલા અઠવાડિયામાં લગભગ 3000 ડૉલર કમાવવામાં સફળ રહી હતી. એટલુ જ નહીં હવે રેનીની વેબસાઇટ પર 7000થી વધુ સબ્સક્રાઇબ્સ થઇ ગયા છે.
ઓસ્ટ્રેલિયાની ડેલી ટેલિગ્રાફે રેની ગ્રેસીના હવાલાથી લખ્યું તેને કહ્યું મને રિઝલ્ટ ન હતુ મળતુ, અને ફન્ડિંગ પણ ન હતી મળતી. મે મારુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની કોશિશ કરી.