પંજાબ પોલીસના ખેલાડી લાલ જર્સીમાં દેખાય છે અને પંજાબ નેશનલ બેંકના ખેલાડી સફેદ જર્સીમાં જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં પંજાબ પોલીસના ખેલાડી વધારે આક્રમક હોય તેવું લાગી રહ્યું છે. તે હાથમાં હોકી સ્ટિક લઈને પંજાબ નેશનલ બેંકના ખેલાડીઓનો પીછો કરી રહ્યા છે. પીએનબીનો એક ખેલાડી જમીન પર પડેલો જોવા મળ્યો છે અને તેને હોકી સ્ટિકથી માર મારવામાં આવી રહ્યો છે.
મારામારી બાદ પણ મેચ ચાલુ રહી હતી અને બંને ટીમોના આઠ-આઠ ખેલાડીઓ મેદાન પર રહ્યા હતા. પંજાબ નેશનલ બેંકે મુકાબલો 6-3થી જીતી લીધો હતો. ખેલાડીઓના વર્તનથી નારાજ ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરિન્દર બત્રાએ બંને ટીમના મેનેજમેન્ટ તથા ખેલાડીઓ સામે આકરાં પગલાં લેવાના આદેશ આપ્યા છે.
હોકી ઈન્ડિયાની સીઈઓ એલિના નોર્મને કહ્યું હતું કે, અમે ટુર્નામેન્ટના અધિકારીઓના સત્તાવાર રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. તેમના રિપોર્ટ બાદ હોકી ઈન્ડિયા જરૂરી પગલાં ભરશે.