નવી દિલ્હીઃ સ્ટાર ખેલાડી અને દિગ્ગજ ગૉલ્ફ પ્લેયર ટાઇગર વૂડ્સને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે વહેલી સવારે ટાઇગર વૂડ્સની કારને ભયંકર અકસ્માત નડ્યો છે. લૉસ એન્જેલસના દક્ષિણમાં એક રહેણાંક વિસ્તારમાં ટાઇગર વૂડ્સ એક કાર દૂર્ઘટનાનો શિકાર થઇ ગયો છે. જેને તેને મોટી ઇજા પણ પહોંચી છે.

લૉસ એન્જેલસ કાઉન્ટી શેરિફ વિભાગે મંગળવારે બપોરે આની જાણકારી આપતા કહ્યું કે, તેને એમ્બ્યૂલન્સ મારફતે હૉસ્પીટલમાં લઇ જવામાં આવ્યો છે.

લૉસ એન્જેલસ કાઉન્ટી શેરિફ વિભાગ અનુસાર ટાઇગર વૂડ્સ લૉકલ સમયાનુસાર સવારે 7.12 વાગે હૉથોર્ન બુલેવાર્ડની મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે તેની કાર બ્લેકહોર્સ રોડ પરથી લપસી અને રૉલ્સ હિલ્સ એસ્ટેટ્સને અલગ કરનારી બોર્ડર પરથી નીચે ખાડામાં ગબડી પડી હતી. પોલીસે કહ્યું ટાઇગર વૂડ્સ કારમાં એકલો જ હતો, દૂર્ઘટનામાં વાહનને ખુબ નુકશાન થયુ છે. શેરિફ વિભાગનું કહેવુ છે કે દૂર્ઘટના હાલ તપાસ ચાલી રહી છે.



ટાઇગર વૂડ્સે હાલની પીજીએ ટૂર ઇવેન્ટ, જેનેસિસ ઓપન એટ રિવેરા કન્ટ્રી ક્લબ એટ પેસેફિક પાલિસેડ્સ, કેલિફોર્નિયાની યજમાની કરી હતી. જોકે, તે તાજેતરમાંજ સર્જરીના કારણે ટૂર્નામેન્ટમાં ન હતો રમી શક્યો. ગોલ્ફ ડાયજેસ્ટ અનુસાર આ એક ગોલ્ફ ટીવી શૂટ દરમિયાન કેટલીય હસ્તીઓને ગોલ્ફ વિશે બતાવવાના હતા.