ખાલી પડેલા આર્થર એસ સ્ટેડિયમમાં સેરેનાએ ખુદ પોતાનો ઉત્સાહ વધાર્યો અને યૂનાનની સકારીને 6-3, 6-7 (6), 6-3થી હરાવવામાં સફળ રહી હતી. સકારીએ વેસ્ટર્ન એન્ડ સદર્ન ઓપનમાં સેરેનાને પરાજિત કરી હતી. સેરેનાએ કહ્યું કે, મને લાગે છે કે, દર્શકો હોય કે ના હોય હું ઘણું બોલું છું. હું ખૂબજ ઝનૂની છું. આ મારું કામ છે. હું આ રીતે પોતાનો જૂસ્સો વધારું છું.
સેમીફાઈનલમાં પહોંચવા માટે સેરેનાનો મુકાબલો બુલ્ગારિયાની સ્વેતાના પિરિનકોવા સાથે થશે. બાળકોના જન્મના કારણે ત્રણ વર્ષ સુધી બહાર રહ્યા બાદ વાપસી કરનારી 32 વર્ષીય પિરિનકોવાએ એલિઝ કોર્નેટ પર 6-4, 7-6 (5), 6-3 જીત નોંધાવી હતી.