નવી દિલ્હીઃ ડબલ્યૂડબલ્યૂઇ રિંગના સૌથી ખતરનાક ખેલાડીઓમાં સામેલ ધ અંડરટેકરે પ્રૉફેશનલ રેસલિંગમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. ધ અંડરટેકરે પોતાની ડૉક્યૂમેન્ટ્રીના છેલ્લા એપિસૉડમાં ફેન્સને જણાવ્યુ કે તેની રિંગમાં વાપસીનો કોઇ જ ઇરાદો નથી. ધ અંડરટેકરના રિટાયરમેન્ટની જાણ થતા જ ફેન્સ દુઃખી થયા છે.
આ પછી ટ્વીટર પર #થૈન્ક્યૂટેકર ટ્રેન્ડ કરવા લાગ્યુ અને ફેન્સે અંડરટેકરને અલવિદા કહ્યું. ત્રણ દાયકા સુધી ડેડમેનના નામથી જાણીતા અંડરટેકરે પોતાની સ્ટાઇલ, હટકે અંદાજ અને રિંગની અંદર ફાઇટિંગથી ખુદને આ રમતનો દિગ્ગજ સાબિત કર્યો હતો.
અંડરટેકરની છેલ્લી મેચ રેસલમેનિયા 36માં હતી, જે તેને એજે સ્ટાઇલની વિરુદ્ધ લડી હતી. ટેકર અનુસાર તેને આ મેચમાં જીતની સાથે કેરિયરને યોગ્ય અને સટીક અંત કરાવ્યો હતો.
ટેકરે પોતાની ડૉક્યૂમેન્ટ્રીમાં કહ્યું, તે મેચ મારા કેરિરયરની છેલ્લી મેચ હતી. જો ડબલ્યૂડબલ્યૂઇના ચેરમેન વિંસ કહેશે તો તે પાછો આવશે. આનો જવાબ આપતા તેને કહ્યું, તે તો માત્ર સમજ બતાવી શકશે. જો કોઇ આપાત સ્થિતિ હશે તો હું આ વિશે વિચારી શકુ છું, પણ હાલ મારો કોઇ આવો ઇરાદો નથી.
અંડરટેકર સૌથી પહેલા વર્ષ 1990માં ડબલ્યૂડબલ્યૂઇ રિંગમાં આવ્યો હતો. આવ્યા બાદ ત્યારેનો સ્ટાર હલ્ક હૉગનને માત આપી હતી. બાદમાં તેના હાથોથી કોઇ ન હતુ બચ્યુ. રેસલમેનિયામાં તેનો 25-2નો શાનદાર રેકોર્ડ રહ્યો. બે દાયકા સુધી તેનો 21-0 રેકોર્ડ કાયમ રહ્યો હતો. તે ત્રણવાર ડબલ્યૂડબલ્યૂઇ ચેમ્પિયન રહ્યો, છ વાર ડબલ્યૂડબ્લ્યૂએફ ટેગ ટીમ ચેમ્પિયનશિપ જીતી, વળી 2007માં રૉયલ રમ્બલ મેચ પણ જીતી હતી.
WWEના સુપરસ્ટાર અંડરટેકરે લીધો સન્યાસ, 30 વર્ષ સુધી રહ્યો દબદબો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jun 2020 02:17 PM (IST)
ત્રણ દાયકા સુધી ડેડમેનના નામથી જાણીતા અંડરટેકરે પોતાની સ્ટાઇલ, હટકે અંદાજ અને રિંગની અંદર ફાઇટિંગથી ખુદને આ રમતનો દિગ્ગજ સાબિત કર્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -