IPL હરાજીઃ ભારતીય ક્રિકેટરોમાં આ ગુજરાતી ક્રિકેટરની બેઝ પ્રાઈસ સૌથી ઉંચી, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમના ગુજરાતી ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટ ગઇ સિઝનમાં સૌથી વધુ કિંમતે ખરીદાયો હતો. ઉનડકટની બેઝ પ્રાઇઝ છે 1.5 કરોડ, જોકે તેને 11.5 કરોડ રૂપિયામાં ગઇ સિઝનમાં રાજસ્થાન રૉયલ્સે ખરીદ્યો હતો.
હરાજી માટે સૌથી વધુ બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયાની છે, જેમાં બ્રેન્ડન મેક્કુલમ, ક્રિસ વૉક્સ, લસિત મલિંગા, શૉન માર્શ, કોલિન ઇન્ગ્રામ, કોરી એન્ડરસન, એન્જેલો મેથ્યૂઝ, ડીઆરસી શોર્ટ અને સેમ્યૂઅલ કરન સામેલ છે.
નોંધનીય છે કે, જયપુરમાં આગામી 18મી ડિસેમ્બરે યોજાનારી આઇપીએલ હરાજીમાં 346 ખેલાડીઓની બોલી લાગશે. હરાજી માટે 1,003 ખેલાડીઓએ પોતાનુ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને 8 ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા શોર્ટલિસ્ટ જમા કરાવ્યા બાદ અંતિમ ખેલાડીઓનું ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતું.
નવી દિલ્હીઃ આગામી 18મી ડિસેમ્બરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2019માં હરાજી થવાની છે. આઇપીએલ 2019ની આ 12 સિઝન માટેની બોલી હશે. આમાં ગુજરાતી ક્રિકેટર પર સૌથી વધુ નજર રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -