પાકિસ્તાની બોર્ડે પોતાના ક્રિકેટરો પણ લગાવ્યો વિચિત્ર પ્રતિબંધ, જાણો
મિસ્બાહએ આ અંગે જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાની સાથે પ્રવાસ પહેલા બૂટ કેમ્પના સંદર્ભ આપતા કહ્યું કે, અમે લાહોરમાં થયેલ સ્કિલ કેમ્પ પહેલા એબોટાબાદમાં પણ એક શિબિરમાં ભાગ લીધો હતો, જ્યાં અમે મેદાનમાં ઉતરતા પહેલા દરેક વખતે સન્માન પ્રદર્શિત કરવા માટે 10 પુશ-અપ કરતા હતા. મેં સૈનિકોને ત્યારે વચન આપ્યું હતું કે, જ્યારે પણ હું સેન્ચુરી મારીશ ત્યારે તેને યાદ અપાવવા માટે આ રીતે પુશ-અપ કરીશ. પરંતુ પાકિસ્તાની રાજનેતાઓને મિસ્બાહની આ હરકત પસંદ ન પડી અને તેને આ અંગે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું.
ઉલ્લેખનીય છેકે, ચાલુ વર્ષે જુલાઈમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં સેન્ચુરી લગાવ્યા બાદ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે પ્રથમ વખત આ રીતે પુશ-અપ કર્યા હતા. ત્યાર બાદ ટીમના તમામ ખેલાડીઓએ લોર્ડ્સમાં થયેલ ટેસ્ટ મેચમાં જીત મેળવ્યા બાદ આ રીતે પુશ-અપ કર્યા હતા.
પાકિસ્તાની સમાચાર પત્ર ડોન અનુસાર, ઇન્ટર પ્રોવિન્શિયલ કોર્ડીનેશન કમિટીની એક બેઠક દરમિયાન ઘણાં રાજનેતાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મેચમાં જીત મેળવ્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા લગાવવામાં આવતા પુશ-અપ પર સવાલ ઉઠાવ્યા બાદ પીસીબીએ આ કાર્યવાહી કરી છે.
લાહોરઃ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચેરમેન નજમ સેઠીએ રાજનીતિક દબાણને કારણે બુધવારે સંસદની એક સમિતિને જણાવ્યું કે, પાકિસ્તાની ક્રિકેટરોને મેચ દરમિયાન અથવા જીત મેળવવા પર પુશ-અપ લગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.