સાયરસ મિસ્ત્રીએ રતન ટાટા પર આરોપોની કરી વણઝાર, જાણો nano car અંગે શું કર્યો ઘટસ્ફોટ
તેમણે કહ્યું કે કોઈપણ ખુલાસા વગર અચાનક જ તેમની હકાલપટ્ટીથી અનેક અટકળો થઈ છે અને તેમની તથા તાતા જૂથની પ્રતિષ્ઠાને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, પરફોર્મન્સ ન આપી શકવાને કારણે મને ખસેડાયો તે વાત હું માની શકું તેમ નથી. તાતા જૂથની અનેક કંપનીઓમાં અનેક સમસ્યાઓ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે આક્ષેપ કર્યો કે રતન તાતાને કારણે જ તાતા જૂથે એવિએશન સેક્ટરમાં પ્રવેશ કરવો પડ્યો અને એર એશિયા તથા સિંગાપોર એરલાઈન્સ સાથે હાથ મિલાવવા પડ્યા અને તેમાં પણ આરંભમાં જે નક્કી થયું હતું તેના કરતા વધારે મૂડીરોકાણ કરવું પડ્યું. મિસ્ત્રીએ આ સાથે જ નૈતિકતાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કેટલીક નાણાકીય લેવડ-દેવડ સામે પણ ચિંતા દર્શાવી હતી. તાજેતરમાં આવી ૨૨ કરોડ રૂપિયાની બનાવટી લેવડ-દેવડ માલૂમ પડી હતી, જેમાં ભારત અને સિંગાપોરમાં અસ્તિત્વ જ ન ધરાવતી પાર્ટીઓના નામ છે.
નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા કારોબારી પરિવારમાંથી એક ટાટા ગ્રુપમાં મેનેજમેન્ટમાં ફેરબદલ હવે ઈ-મેલ વોર શરૂ થયું છે. સાઈસરસ મિસ્ત્રીએ ખુદને હટાવવા બદલા નારાજગી વ્યક્તિ કરતો ટાટા સન્સના ડાયરેક્ટર્સના નામે એક ઈમેલ મોકલ્યો છે. રતન તાતા અને તેમની વચ્ચે સંબંધ સારા ન રહ્યા હોવાનો સ્પષ્ટ સંકેત આપતાં મિસ્ત્રીએ રતન તાતાના નુકસાન કરી રહેલા નેનો કાર પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે પ્રોજેક્ટ સતત નુકસાન કરતો હોવા છતાં તેને ભાવનાત્મક કારણસર બંધ ન કરાયો. તેમણે આ સાથે કહ્યું હતું કે તાતા જૂથને 18 અબજ ડોલરની માંડવાળ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
મિસ્ત્રીએ કહ્યું કે તેમને મુક્ત રીતે કામ કરવા દેવાશે તેવું વચન આપીને ડિસેમ્બર-૨૦૧૨માં ચેરમેન નિયુક્ત કરાયા હતા. પરંતુ પછી નિયમો ફેરવી દેવાયા. તાતા પરિવારના ટ્રસ્ટ અને તાતા સન્સના બોર્ડ વચ્ચે માહિતી આપ-લેના નિયમ ફેરવી દેવાયા. સમસ્યાઓનો વારસો મળ્યો હોવાનું કહીને મિસ્ત્રીએ કોર્પોરેટ ગવર્નન્સનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે તાતા સન્સમાં પરિવારના ટ્રસ્ટ્સનો બે તૃતિયાંશ હિસ્સો હોવા છતાં તેના પ્રતિનિધિઓ માત્ર પોસ્ટમેન(ટપાલી) બની ગયા કારણ કે તે લોકો મિસ્ટર તાતા તરફથી સૂચના મેળવવા માટે બોર્ડની મીટિંગ અધૂરી છોડીને જતા રહેતા હતા.
સાયરસ મિસ્ત્રીએ ૨૫મીને મંગળવારે ઈ-મેલ મોકલ્યો હતો, જે મીડિયા સમક્ષ બુધવારે આવ્યો હતો. તેમાં તેમણે લખ્યું છે કે, ૨૪ ઓક્ટોબરની બોર્ડની બેઠકમાં જે કંઈ બન્યું તેનાથી હું શોક્ડ છું. ગેરવાજબી અને ગેરકાયદેસર જે કંઈ પગલાં તેમાં લેવાયા તે જોઈને હું માત્ર એટલું જ કહીશ કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ગરિમા જળવાઈ નથી. તમારા ચેરમેનને કોઈપણ ખુલાસા વગર જ હટાવી દેવા અને તેમને રજૂઆતની તક પણ ન આપવી, એક સમરીની જેમ કાર્યવાહી કરી નાખવી એ કોર્પોરેટ જગતના ઈતિહાસમાં જવલ્લે જ બનતી ઘટના છે.
ગુજરાતના સાણંદમાં આવેલા નેનો કાર પ્રોજેક્ટ અંગે તેમણે કહ્યું કે નેનો કાર લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં તૈયાર કરવાનો કન્સેપ્ટ હતો, પરંતુ હંમેશા તેની કિંમત તેનાથી વધારે જ રહી છે અને તેમાં કંપનીને નુકસાન થતું જ રહ્યું છે અને નુકસાન ૧૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેમાં કોઈ નફાની શક્યતા નથી જણાતી. આવા સંજોગોમાં તાતા મોટર્સ માટે નેનો પ્લાન્ટ બંધ કરવાનો જ એક માર્ગ છે. માત્ર લાગણીસભર કારણથી જ આ મહત્ત્વનો નિર્ણય લેવાયો નથી. નેનો પ્લાન્ટ બંધ કરવા સામે બીજો પડકાર એ છે કે એક ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપનીને તે નેનો ગ્લાઈડર્સ આપે છે તેનો સપ્લાય પણ બંધ થઈ જાય. વળી, આ કંપનીમાં રતન તાતાનો હિસ્સો છે.
રતન તાતા પર ગંભીર આરોપો મૂકતા મિસ્ત્રીએ એવો દાવો કર્યો છે કે તેમને ગ્રૂપમાં ફક્ત કહેવા પૂરતા જ ચેરમેન બનાવાયા હતા અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં ફેરફારને કારણે તાતા જૂથમાં સત્તાના વૈકલ્પિક કેન્દ્રો ઊભા થઈ ગયા હતાં. સાયરસે સ્ફોટક વિગતો સાથે ગુપ્ત ઈ-મેલ તાતા સન્સના બોર્ડના સભ્યોને મોકલ્યો છે, જેમાં આક્ષેપ કર્યો કે તેમને બચાવ કરવાની તક પણ આપવામાં આવી ન હતી, જે દેશના કોર્પોરેટ જગતના ઈતિહાસમાં જવલ્લે જ બને છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -