સોશિયલ મીડિયા પર લોકો તેને સાંત્વના આપવાની સાથે-સાથે એક મજબૂત વ્યક્તિ ગણાવી રહ્યાં છે. રવિવારે હેડિંગ્લે ખાતે રમાયેલી આ મેચમાં આસિફે 22 રન બનાવ્યા હતા. જોકે, તેની ટીમ 54 રનથી આ મેચ હારી ગઈ હતી.
‘ઈસ્લામાબાદ યૂનાઈટેડ’એ પોતાની ટ્વીટમાં લખ્યું હતું, ISLUની સંવેદનાઓ આસિફની સાથે છે જેણે પોતાની દીકરી ગુમાવી છે. આસિફ ખૂબ મજબૂત છે અને આપણાં બધાં માટે પ્રેરણા છે.
આસિફે 22 એપ્રિલના રોજ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેની પુત્રીને ચોથા સ્ટેજનું કેન્સર છે, જેને સારવાર માટે તે અમેરિકા લઈ ગયો હતો. આસિફને PSLના ચોથા સત્ર દરમિયાન દીકરીની આ બીમારી વિશે ખબર પડી હતી. તે દરમિયાન તે પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન અને ઈસ્લામાબાદ યૂનાઈટેડના કોચ ડીન જોન્સ સામે રડી પડ્યો હતો.
આસિફ પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમનો હિસ્સો નથી. જોકે, ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું અને તેણે બે હાફ સેન્ચુરી લગાવી હતી. હજુ પણ 23 મે પહેલા તેને ટીમમાં શામેલ કરી લેવાય તેવી શક્યતા છે. પાકિસ્તાનની પ્રથમ મેચ 31 મેના રોજ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ છે.