પાકિસ્તાનના આ ક્રિકેટરે ટેસ્ટમાંથી જાહેર કરી નિવૃત્તિ, જાણો વિગત
હફીઝને થોડા મહિના પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ડી ગ્રેડ કરી દીધો હતો. જે બાદ તેની રમત પર અસર જોવા મળી છે. તે સમયે હફીઝે સંન્યાસ લેવા અંગે વિચાર્યું હતું પરંતુ તેની પત્ની અને પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના કહેવાથી નિર્ણય ટાળી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહફીઝે 2003માં કરાચીમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. અબુધાબીમાં તે ન્યૂઝીલેન્ડ સામે કરિયરની 55મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ટેસ્ટમાં તે અત્યાર સુધીમાં 3644 રન બનાવી ચુક્યો છે. જેમાં 10 સદી અને 12 અડધી સદી લગાવી ચુક્યો છે.
હફિઝે કહ્યું કે, મને લાગે છે કે હવે આ સમય આવી ગયો છે. હું નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું અને મને ખુશી છે કે મારા કરિયરમાં આકરી મહેનત કરી. હવે હું મારું ધ્યાન મર્યાદીત ઓવરના ક્રિકેટમાં લગાવવા માંગુ છું.
2016માં એજબેસ્ટોનમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ રમ્યા બાદ તેને ડ્રોપ કરવામાં આવ્યો હતો. જે બાદ ઓક્ટોબર, 2018માં તેની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ હતી. આ મેચમાં તેણે કરિયરની 10મી સદી ફટકારવાની સાથે પ્રથમ વિકેટ માટે ઈમામ ઉલ હક (76 રન) સાથે 205 રનની ભાગીદારી નોંધાવી હતી.
અબુધાબીઃ છેલ્લા થોડા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ હફીઝે મંગળવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. અબુધાબીમાં ન્યૂઝીલેન્ડ સામે વર્તમાન ટેસ્ટ બાદ તે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે. 38 વર્ષના હફિઝે ગત મહિને ઓસ્ટ્રેલિયા સામે દુબઈમાં બેવડી સદી ફટકારી હતી, પરંતુ તે બાદ સાત ઇનિંગમાં માત્ર 66 રન જ બનાવી શક્યો છે. ભારતના ગૌતમ ગંભીરે પણ ગઈકાલે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -