62 વર્ષીય મિયાંદાદે તેની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું, મને પૂછવામાં આવ્યું હતું કે ભારતીય ટીમમાં મારો પસંદગીનો ક્રિકેટર કોણ છે ? પરંતુ તેનો જવાબ છે વિરાટ કોહલી. મારે અંગે વધારે કહેવાની જરૂર નથી તેનું પ્રદર્શન આ વાતનો બોલતો પુરાવો છે. તેના આંકડા આપણી સમક્ષ જ છે.
મિયાંદાદે કહ્યું, કોહલીએ સાઉથ આફ્રિકામાં શાનદાર દેખાવ કર્યો હતો. તેની બેટિંગ જોવી એક લ્હાવો છે. દક્ષિણ આફ્રિકામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અસમાન પિચ પર તેણે સદી ફટકારી હતી. કોહલી ફાસ્ટ બોલર્સથી ડરે છે કે ઉછાળભરી પિચ પર કે સ્પિનરોનો સામનો સારી રીતે નથી કરી શકતો તેમ ન કહી શકો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તેની સરેરાશ 50થી ઉપર છે. જે તેનો ક્લાસ દર્શાવે છે.
મિયાંદાદે એમ પણ કહ્યું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ભારતીય બેટિંગને સરળ બનાવે છે. બંને વિરોધી ટીમના ઘાતક બોલર્સના છોતરા કાઢવા સક્ષમ છે.
મિયાંદાદે પાકિસ્તાન તરફથી 124 ટેસ્ટમાં 8832 રન બનાવ્યા છે. જ્યારે 223 વન ડેમાં 7381 રન નોંધાવ્યા છે.