જોકે આ ખુશીના સમાચાર વચ્ચે શાહિદ આફ્રિદીની મહિલા ચાહક તેમની પર ભડકી ગઈ હતી અને કેટલીક મહિલાઓએ તેમની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી.
જેમાં એક મહિલા કહ્યું હતું કે, પાકિસ્તાનમાં પોપ્યુલેશન કંટ્રોલ વિષે ક્યારે સમજશો. શું ચાર દીકરીઓ તમારા માટે પૂરતી નથી કે પછી તમારે દીકરો જોઈએ છે માટે તમે દીકરીઓની ક્રિકેટ ટીમ બનાવી રહ્યા છો?
અન્ય એક યુવકે લખ્યું હતું કે, ભાઈ હવે બસ કરો. આ કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી કે રમતા જ રહો! અન્ય એક યુઝર્સે પણ તેવું જ લખ્યું હતું કે, આ સમાજમાં દિકરા ન થાય ત્યાં સુધી સ્ત્રી જન્મ આપતી જ રહે છે.
અન્ય કેટલાક યુઝર્સે આફ્રિદીના ઘરે આ નાનું મહેમાન આવવાની ખુશી પણ વ્યક્ત કરી હતી અને આફ્રિકાના પરિવારને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. એક યુઝર્સે તેમ પણ લખ્યું હતું કે, સારું કહેવાય શાહિદ આફ્રિદી પાંચ એન્જલ્સના પિતા બન્યા છે.