અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત ભારત પ્રવાસે આવી રહ્યા છે. ભારત પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી મોદીના ગૃહ રાજ્ય ગુજરાતથી કરશે. ટ્રમ્પ 24 તારીખે અમદાવાદ આવશે. ટ્રમ્પના અમદાવાદ આગમનને લઈ તંત્ર અત્યારથી જ તૈયારીમાં લાગી ગયુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની મુલાકાતને લઈ DCP વિજય પટેલ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.

એરપોર્ટ પર અપાશે ગાર્ડ ઓફ ઓનર

પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યા મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિને અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. જે બાદ  પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ અરપોર્ટથી ગાંધી આશ્રમ જશે. ગાંધી આશ્રમ બાદ બંને નેતાઓ મોટેરા સ્ટેડિયમ જશે અને રોડ શૉ યોજાશે. રોડ શોની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.

મોટેરામાં કેટલા લોકો રહેશે હાજર

મોટેરા સ્ટેડિયમમાં 1,20,000 લોકો હાજર રહેશે. જિલ્લા અને તાલુકા કક્ષાએથી પણ લોકો આવશે. પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે 28 પાર્કિંગ બનાવવામાં આવી રહ્યા છે. તમામ પાર્કિંગ 1.5 કિમી અંતર્ગત બનાવવામાં આવી રહ્યા છે.


કેટલા પોલીસ કર્મચારી સંભાળશે સુરક્ષા

મોદી-ટ્રમ્પની મુલાકાત વખતે 25 IPS, 65 ACP, 200 PI અને 800 PSI સુરક્ષા બંદોબસ્ત સંભાળશે. આ ઉપરાંત 10000 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે.

ટ્રમ્પે આજે શું કર્યું ટ્વિટ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સવારે ભારતીય સમય પ્રમાણે 5.08 કલાકે ટ્વિટ કરીને લખ્યું, "મને લાગે છે આ શ્રષ્ઠ સન્માન છે, નહીં. માર્ક ઝકરબર્ગે તાજેતરમાં એવું કહ્યું હતું કે ફેસબુક પર ડોનાલ્ડ ટ્રમ્પ નંબર-1 છે. બીજા નંબર પર ભારતના વડાપ્રધાન મોદી છે. હકીકતમાં હું બે અઠવાડિયામાં ભારત જઈ રહ્યો છું. હું આ ઘડીને આતુરતાથી રાહ જોઈ રહ્યો છું."

ભારત આવતા પહેલા ટ્રમ્પે કર્યુ ટ્વિટ, લખ્યું- ફેસબુક પર હું નંબર 1 અને PM મોદી નંબર 2

ટોલ પ્લાઝા પર આજથી 29 ફેબ્રુઆરી સુધી ફ્રી મળશે FASTag, જાણો શું કરવું પડશે

SAvENG: ડી કોકે તોડ્યો ડી વિલિયર્સનો મોટો રેકોર્ડ, આ મામલે બન્યો સાઉથ આફ્રિકાનો પ્રથમ ખેલાડી