ઈંગ્લેન્ડ: આગામી વર્લ્ડ કપ 30 મે, 2019 ઈંગ્લેન્ડમાં યોજાશે. થોડા મહિના પહેલા જ આઈસીસી તરફથી આ વર્લ્ડ કપનું શિડ્યુલ અને મેચની ટીકિટોનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. કમાલની વાત એ છે કે વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર થોડા જ દિવસો બાકી છે અને આ ટૂર્નામેન્ટની મોટા ભાગની મેચોની ટીકિટો વેચાઈ ગઈ છે.
વર્લ્ડ કપ 2019ની શરૂઆત 30 મેથી થશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે યોજાનાર મુકાબલો રોમાચંક રહેશે. માન્ચેસ્ટરમાં 26 જૂને વિન્ડીઝ અને ભારત વચ્ચે મેચ રમાશે. જોકે આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ભારે માંગ રહેશે. ભારત-પાકિસ્તાનની મેચ રમાય તેવી પહેલા એક આશ્ચર્યજનક વાત સામે આવી છે. ભારત-પાકિસ્તાનની મેચની ટીકિટો માત્ર 48 કલાકની અંદર જ વેચાઈ ગઈ હતી.
ક્રિકેટ લેંકશાયર ડેન વ્હાઈટહેડના કોર્પોરેટ સેલ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર માને છે કે, ભારત-ઈંગ્લેન્ડની મેચ કરતાં ભારત-પાકિસ્તાનની મેચ જોવા લોકોની પડાપડી રહેશે. જેના માટે તમામ તૈયારી કરી દેવામાં આવી છે. જ્યારે આ વખતે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ બહુ જ રોમાચંક મુકાબલો હશે.
સુત્રો પ્રમાણે, મોટી માંગને કારણે અમે અલગ-અલગ પેકેજ બનાવીએ છે. જ્યારે અમે બનાવેલ પેકેજમાંથી ફક્ત 200 પેકેજ બાકી છે. આ પેકેજ ત્યારે બનાવવામાં આવે છે જ્યારે કોઈ બે મોટી ટીમો વચ્ચે મેચ રમાવાની હોય.
વર્લ્ડકપની ભારત-પાકિસ્તાન મેચની બધી ટિકિટો કેટલા કલાકમાં વેચાઈ ગઈ? જાણીને પડી જશો આશ્ચર્યમાં.....
abpasmita.in
Updated at:
06 May 2019 10:53 AM (IST)
વર્લ્ડ કપ 2019ની શરૂઆત 30 મેથી થશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે યોજાનાર મુકાબલો રોમાચંક રહેશે. માન્ચેસ્ટરમાં 26 જૂને વિન્ડીઝ અને ભારત વચ્ચે મેચ રમાશે. જોકે આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ભારે માંગ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -