નવી દિલ્હીઃ પાકિસ્તાનનાં યુવા ઝડપી બોલર મોહમ્મદ હસનૈને પોતાના પ્રદર્શનથી બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનને પણ પોતાનો દીવાનો બનાવી દીધો છે. કૈરેબિયન પ્રીમિયર લીગ (CPL)ની પોતાની પહેલી મેચમાં હસનૈને બૉલિંગ કરતા પોતાની ટીમ ટ્રિનબાગો નાઇટ રાઇડર્સને જીત અપાવી હતી. ટીકેઆરે બુધવારનાં સેંટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સને હરાવ્યું હતુ.

તેણે વિપક્ષી સેન્ટ કીટ્સ એન્ડ નેવિસ પેટ્રિયાટ્સના ત્રણ ખેલાડીઓની વિકેટ ઝડપી. જેમાં પાકિસ્તાની પ્લેયર મોહમ્મદ હાફીઝની વિકેટ પણ સામેલ હતી. ટ્રિનબાગો નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન છે.


શાહરૂખ ખાન, પાકિસ્તાની બોલર મોહમ્મદ હસનૈનના પ્રદર્શનથી એટલો ખુશ થયો કે મેચ પૂર્ણ થયા બાદ શાહરૂખે ડ્રેસિંગ રૂમમાં જઈને મોહમ્મદ હસનૈને ભેટ્યો. સાથે જ જીતની શુભેચ્છા પાઠવી. આ દરમિયાન જે વિડીયો શૂટ કરવામાં આવ્યો તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે ટીકેઆરનાં માલિક શાહરૂખ ખાને જીતની ખુશીમાં પાકિસ્તાનનાં બૉલર હસનૈનને ઉમળકાભેર ગળે લગાવ્યો અને તેને અભિનંદન આપ્યા.