વર્લ્ડકપ 2019માં ખરાબ પ્રદર્શનને લઇને પાકિસ્તાની ટીમ પોતાના દેશના ફેન્સના નિશાને ચઢી હતી, લોકોએ 1992ના વર્લ્ડકપ વિનર કેપ્ટન અને હાલના પીએમ ઇમરાન ખાનને પાકિસ્તાની ટીમને સુધારવાની માંગ કરી હતી. આ મામલે હવે ઇમરાન ખાને મોટો દાવો કરતા કહ્યું કે, આગામી વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ નંબર વન હશે, અમે તેના માટે કામ કરવાનુ શરૂ કરી દીધુ છે.
અમેરિકા પ્રવાસ પર ગયેલા પાક પીએમ ઇમરાન ખાને કહ્યું કે, વર્લ્ડકપ પુરો થયા બાદ મે નિર્ણય કર્યો છે કે, હું પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઠીક કરીશ. આગામી વર્લ્ડકપમાં તમે જે ટીમ દેખશો તે એક પ્રૉફેશનલ ટીમ હશે. મારા આ શબ્દો યાદ રાખજો. અમે પાકિસ્તાન ક્રિકેટની સિસ્ટમને બરાબર કરીશું અને યોગ્ય ટેલેન્ટેડ ખેલાડીને પાકિસ્તાની ટીમમાં સામેલ કરીશું.'
નોંધનીય છે કે, પાકિસ્તાની ટીમ કેપ્ટન સરફરાજ અહેમદની કેપ્ટનશી હેઠળ વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન કર્યુ હતુ, બાદમાં પાક ફેન્સે ધરમૂળમાંથી ફેરફાર કરવાની માંગ ઉઠાવી હતી.