વિશ્વ બેન્કના અધ્યક્ષે અચાનક રાજીનામું આપવાની કરી જાહેરાત, કાર્યકાળના હજુ ત્રણ વર્ષ બાકી
વોશિંગટોન: વિશ્વ બેન્કના અધ્યક્ષ જિમ યોંગ કિમે અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. જ્યારે તેમના કાર્યકાળને પૂરા થવાનો હજુ ત્રણ વર્ષ બાકી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આ પદના ઉત્તાધિકારીની ચૂંટણી યોજી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેન્કના સૌથી મોટા શેરધારક હોવાના કારણે અમેરિકા પરંપરા અનુસાર બેન્કના પ્રમુખની નિયુક્તિ કરે છે જ્યારે યુરોપિય દેશ આઈએમએફ ના પ્રમુખની ચૂંટણી યોજે છે. કિમને 2012માં પૂર્વ રાષ્ટ્રપતિ બોરાક ઓબામાએ આ પદ માટે નામાંકિત કર્યા હતા. ટ્રંપની ચૂંટણી પહેલા કિમને બીજા કાર્યકાળ માટે સપ્ટેમ્બર 2016માં બીજીવખત નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે કાર્યકાળ જુલાઈ 2017થી શરૂ થયો.
જિમ યોંગ કિમે સોમવારે ટ્વિટ કર્યું કે, “આ શાનદાર સંસ્થાના સમર્પિત સ્ટાફનું નેતૃત્વ કરવાનો અવસર મળવું સૌભાગ્યની વાત છે. ” 59 વર્ષીય કિમ પહેલી ફેબ્રુઆરીએ આ પદ છોડી રહ્યાં છે. એવામાં બેન્કની સીઈઓ ક્રિસ્ટાલિના જિયોરજિવા નવા અધ્યક્ષની નિમણૂંક થાય ત્યાં સુધી વચગાળાના અધ્યક્ષ તરીકે ફરજ પર રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -