ગાંજો પીતો હતો પાકિસ્તાનનો 'વિરાટ કોહલી', લાગી શકે છે પ્રતિબંધ
જણાવી દઈએ કે, અગાઉ ભારતીય ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ પણ ડૉપ ટેસ્ટમાં ફેઈલ રહ્યો હતો અને તેના પર પાંચ મહીનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અહેમદ શેહઝાદનો લૂક અને બેટિંગ સ્ટાઈલ ઘણા અંશે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે મળતી આવે છે. આ કારણે તેને ‘પાકિસ્તાનના કોહલી’ તરીકે ઓળખવામાં આવે છે.
PCBએ કહ્યું કે, ‘એક ખેલાડી કથિતપણે પ્રતિબંધિત વસ્તુનું સેવન કરવામાં દોષી નોંધવામાં આવ્યો છે પણ ICCના નિયમો અંતર્ગત જ્યાં સુધી કેમિકલ રિપોર્ટને એન્ટી ડોપ એજન્સી યોગ્ય ન કહે ત્યાં સુધી અમે તેનું નામ જણાવી શકતા નથી અને તેને ચાર્જશીટ કરી શકતા નથી. અમને બેથી ત્રણ દિવસમાં જવાબ મળી જશે.’
જોકે, સૂત્રો અનુસાર. શેહજાદ પર નિર્ણય લેતા પહેલા PCB એક કમિટિ બનાવશે અને આ પ્રકરણની પોતાના સ્તરે તપાસ કરશે. ત્યારબાદ શેહજાદને સજા સંભળાવવામાં આવશે. એક ડૉમેસ્ટિક મેચ દરમિયાન શેહજાદનો ડૉપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
ડોપ ટેસ્ટમાં ફેલ થયા બાદ હવે પાકિસ્તાનના આ બેસ્ટમેન પર પ્રતિબંધ લાગવાનું લગભગ નક્કી જ છે. કહેવામાં આવી રહ્યું છે કે શહઝાદ પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લાગી શકે છે, જો કે આ પહેલા શહઝાદ પીસીબી સામે પોતાનું નિવેદન આપશે, અહમદ શહઝાટ ડોપ ટેસ્ટમાં ફેલ થયા બાગ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના ઓપનર અહમદ શહજાદ ડોપ ટેસ્ટમાં ફેલ થયો છે અને ડોપિંગના કાયદાના ઉલ્લંઘન કરવા પર તેના પર ત્રણથી છ મહિના માટે પ્રતિબંધ લાગી શકે છે. શહજાદે 13 ટેસ્ટ, 81 વનડે અને 57 ટી-20 મેચ રમ્યા છે. તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા રચવામાં આવેલ સમિતિની સામે હાજર થશે.