નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં રમાયેલા આઇસીસી વર્લ્ડકપ 2019 બાદ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફિઝનો સમય ખરાબ ચાલી રહ્યો છે. હાલ હાફિઝને પાકિસ્તાની ટીમમાંથી પડતો મુકાયો છે, ત્યારે તેના માથે વધુ એક મુશ્કેલી આવી પડી છે. તે પોતાની એક તસવીરના કારણે સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટ્રૉલ થઇ રહ્યો છે.

હાલ મોહમ્મદ હાફિઝ કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિએટ્સ ટીમ તરફથી રમી રહ્યો છે.



38 વર્ષીય પાકિસ્તાની ઓલરાઉન્ડર હાફિઝે રવિવારે પોતાની એક અર્ધનગ્ન તસવીર શેર કરી, તેને કેપ્શનમાં લખ્યુ, સુંદર સેન્ટ લૂસિયામાં સૂર્યાસ્તનો નજારો.


મોહમ્મદ હાફિઝની આ પૉસ્ટ પર તરતજ લોકોની ખરાબ કૉમેન્ટ આવવા લાગી, જોકે, આમાં અર્ધનગ્ન હોવાથી લોકો તેને ખરાબ અને દુરાચારી માણસ કહીને ટ્રૉલ કરવા લાગ્યા હતા. હાફિઝ આ પૉસ્ટ શેર કરીને બરાબરનો ફસાયો હતો.