નવી દિલ્હીઃ ભારતે માન્ચેસ્ટરમાં વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનને 89 રને માત આપી આ સાથે જ પાકિસ્તાની ટીમને લોકો ટ્રૉલ કરવા લાગ્યા હતા. જોકે, આ બધાની વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલે ભારતીય ક્રિકેટની પ્રસંશા કરી તો ભારતીય ફેન્સે જ તેને ટ્રૉલનો શિકાર બનાવ્યો, આની પાછળ કારણ સરપ્રદ છે.

પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલે ભારતીય ટીમની પ્રસંશા કરી, સાથે સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલીને વિશ્વસ્તરના બેટ્સમેનો ગણાવ્યાં છતાં ભારતીય ફેન્સે અકમલને સોશિયલ મીડિયામાં આડેહાથે લીધો હતો.



ભારતની જીત બાદ પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલે એક ટ્વીટ કર્યુ જેમાં લખ્યું, “રોહિત શર્મા અને વિરાટ કોહલીના સાથે ભારત સ્પષ્ટ રીતે બેસ્ટ ટીમ હતી અને તેમને એ સાબિત કરી દીધુ કે વર્લ્ડક્લાસ બેટ્સમેન કેમ છે. તેમને બેસ્ટ પ્રદર્શન કર્યુ. પણ મોહમ્મદ આમિરે પાકિસ્તાન માટે સારી બૉલિંગ કરી હતી.”


ખરેખરમાં અકમલે આ ટ્વીટમાં જે પાકિસ્તાની ખેલાડીઓને ટેગ કર્યા હતાં તે તમામ હેન્ડલ ખોટા હતા. જેના કારણે ભારતીય ફેન્સે અકમલને ટ્રૉલ કરવાનો શરૂ કરી દીધો હતો.