રવિવારે પાકિસ્તાનના એક ક્રિકેટ એક્સપર્ટે એક સ્પોર્ટ્સ શોમાં આરોપ લગાવતા કહ્યું હતું કે શ્રીલંકા સામે મોહમ્મદ શમીને જાણી જોઈને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દીધો હતો. પાકિસ્તાની એક્સપર્ટે આરોપ લગાવ્યો છે કે મોહમ્મદ શમી શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો, તે 15 વિકેટ ઝડપી ચૂક્યો છે પણ તે મુસ્લિમ હોવાના કારણે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેની પાછળ બીજેપીનો હાથ હોઈ શકે છે.
નોંધનીય છે કે, શ્રીલંકા સામે શમીને આરાપ આપીને રવીન્દ્ર જાડેજાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઉપરાંચ ચહલને પણ આરામ આપીને કુલદીવ યાદવને સ્થાન આપવામાં આવ્યું હતું. પિચ સ્પિનરને માફક આવે તેવી હોવાથી ભારતે જાડેજાને રમાડ્યો હતો. જાડેજાએ વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું.