કૃણાલ-હાર્દિકના નામે નોંધાયો આ ખાસ રેકોર્ડ, લિસ્ટમાં સામેલ થનારા ભાઈઓની બની ત્રીજી ભારતીય જોડી
તેની સાથે જ પંડ્યા બ્રધર્સ ભારત માટે કોઇ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા સગા ભાઈઓની ત્રીજી જોડી બની ગઈ છે. મોહિન્દર અમરનાથ અને સુરિંદર અમરનાથની જોડી ભારત માટે ત્રણ વન ડે મેચ રમ્યા હતા. અમરનાથ બ્રધર્સ ભારત માટે એક સાથે આંતરરાષ્ટ્રીય મેચ રમનારી પ્રથમ જોડી હતી.
જે બાદ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ ભારત તરફથી રમનારા ભાઇઓની બીજી જોડી હતી. આ બંનેએ આ આઠ વન ડે અને 8 ટી20 સાથે રમ્યા હતા.
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં આજે રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતનો 80 રને પરાજય થયો હતો. જે ભારતની T20 ઈન્ટરનેશનલમાં સૌથી મોટી હાર છે. આજની મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ ઇલેવનમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા એમ બંને ભાઈઓને સ્થાન આપ્યું હતું. પ્રથમ વખત જ પંડ્યા બ્રધર્સ કોઇ ઇન્ટરનેશનલ મેચમાં એક સાથે રમ્યા હતા. IPLમાં બંને ભાઈઓ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી એક સાથે રમી ચુક્યા છે.
પઠાણ બ્રધર્સ એક સાથે ક્રિકેટ રમનારી ગુજરાતની પ્રથમ જોડી હતી. જે બાદ પંડ્યા બ્રધર્સ બીજી જોડી છે.