Antim Panghal Wins Gold: હરિયાણાની 17 વર્ષની કુસ્તીબાજ અંતિમ પંઘાલે ઈતિહાસ રચી દીધો છે. U20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી તે પ્રથમ ભારતીય યુવતી બની છે. તેણે 53 કિગ્રા વજન વર્ગની ફાઈનલ મેચમાં કઝાકિસ્તાનની એટલિન શગાયેવાને 8-0થી હરાવી હતી.


આ ટૂર્નામેન્ટના 34 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય છોકરી પોડિયમમાં ટોચ પર પહોંચી હોય. અંતિમે આ ટુર્નામેન્ટમાં તેની તમામ કુસ્તી મેચો જીતી હતી. ગોલ્ડની તેની સફરમાં તેણે યુરોપિયન ચેમ્પિયન ઓલિવિયા એન્ડ્રીચને પણ એકતરફી (11-0)થી હરાવી હતી.


બલ્ગેરિયાના સોફિયામાં યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં, અંતિમે તેમની સેમિ-ફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલ મેચો એકતરફી અંદાજમાં જીતી હતી. તેણીએ સેમિફાઇનલમાં યુક્રેનની નતાલિયાને 11-2થી હરાવી હતી, જ્યારે તેણે અગાઉની ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની અયાકા કિમુરાને હરાવી હતો.


ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું લક્ષ્ય 
ગોલ્ડ મેડલ મેચ જીત્યા બાદ અંતિમે કહ્યું, મને રેકોર્ડ વિશે ખબર નહોતી. ગોલ્ડ જીત્યા બાદ કોચે મને કહ્યું કે તું આ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય છોકરી છે. મને કુસ્તીમાં કારકિર્દી બનાવવાની મંજૂરી આપવા બદલ હું મારા માતા-પિતાનો આભાર માનું છું. ખાસ કરીને દીદી (કબડ્ડી પ્લેયર સરિતા)એ મને ખૂબ સપોર્ટ કર્યો અને પ્રોત્સાહિત કરી. મારું લક્ષ્ય ઓલિમ્પિકમાં પણ ભારત માટે મેડલ જીતવાનું છે.


ઇંગ્લેન્ડ પ્રવાસ માટે BCCIએ કરી ભારતીય ટીમની જાહેરાત


India Womens Team Squad: 2022 બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે. ભારતીય ટીમને ઇંગ્લેન્ડમાં ત્રણ મેચોની ટી20 સીરીઝ અને પછી ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ ટીમની જાહેરાત પણ કરી દીધી છે.


અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ ભારતના આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી કરી છે, ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયા ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચો રમશે. આ પ્રવાસની શરૂઆત 10 સપ્ટેમ્બરથી થશે, અને છેલ્લી મેચ 24 સપ્ટેમ્બરે રમાશે. ભારતીય ટીમની કમાન આ વખતે પણ હરમન પ્રીત કૌરના હાથમાં રહેશે, વળી ઉપ કેપ્ટન સ્મૃતિ મંધાનાને બનાવવામાં આવી છે.


ભારતીય મહિલા ટી20 ટીમ - 
હરમન પ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, જેમિમા રોડ્રિગ્સ, સ્નેહ રાણા, રેણુકા ઠાકુર, મેઘના સિંહ, રાધા યાદવ, સબિનેની મેઘના, તાનિયા ભાટીયા (વિકેટકીપર), રાજેશ્વરી ગાયકવાડ, દયાલન હેમલતા, સિમરન દિલ બહાદુર, ઋચા ઘોષ (વિકેટકીપર), કેપી નવગિરે. 


ભારતીય મહિલા વનડે ટીમ - 
હરમન પ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ કેપ્ટન), શેફાલી વર્મા, એસ મેઘના, દીપ્તિ શર્મા, તાનિયા સપના ભાટિયા, સ્નેહ રાણા, રેણુકા ઠાકુર, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ, દયાલન હેમલત્તા, સિમરન દિલ બહાદુર, ઝૂલન ગોસ્વામી, જેમીમા રોડ્રિગ્સ. 




 



આ પણ વાંચોઃ


Rajiv Gandhi Birth Anniversary : રાજીવ ગાંધીની જન્મજયંતિ પર PM મોદી સહિત અનેક દિગ્ગજ નેતાએ આપી શ્રદ્ધાજંલિ


Photos: દેશભરમાં ધૂમધામથી ઉજવાઈ જન્માષ્ટમી, અમિત શાહે અમદાવાદમાં કરી પૂજા અર્ચના


Somalia Attack: સોમાલિયાના મોગાદિશુમાં મોટો આતંકી હુમલો, 10 લોકોનાં મોત


Monkeypox: મંકીપોક્સ ટેસ્ટની પ્રથમ સ્વદેશી કિટ થઈ લોન્ચ, જાણો કોણે બનાવી


India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા