Paris Olympics 2024: ભારતના સ્વપ્નિલ કુસાલેએ કમાલ કરી બતાવી છે. તેણે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્વપ્નીલે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેનો કુલ સ્કોર 451.4 હતો. સ્વપ્નિલ કુસાલે પહેલા મનુ ભાકર અને સરબજોત સિંહે પેરિસ ગેમ્સમાં મેડલ જીત્યા હતા. ઓલિમ્પિક ઈતિહાસની વાત કરીએ તો, સ્વપ્નિલ મેડલ જીતનાર સાતમો ભારતીય શૂટર છે.


 






ચીનના લિયુ યુકુન ટોપ પર રહ્યો હતો. તેનો સ્કોર 463.6 હતો. જ્યારે યુક્રેનની કુલિસ સેરહી બીજા ક્રમે રહી હતી.  ભારતના સ્વપ્નિલ કુસાલે ઈતિહાસ રચ્યો છે. સ્વપ્નીલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. વર્તમાન ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ ત્રીજો મેડલ હતો. આ પહેલા ભારતના છેલ્લા બે મેડલ પણ શૂટિંગમાં આવ્યા હતા.


બુધવારે 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગના ક્વોલિફિકેશન રાઉન્ડ રમાયા હતા. ભારતીય શૂટર સ્વપ્નિલ કુસલે કુલ 590ના સ્કોર સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે નીલિંગમાં 198, પ્રોનમાં 197 અને સ્ટેન્ડિંગમાં 195 સ્કોર કર્યો હતો. ગુરુવારે પણ કુસાલે ભારતની કરોડો અપેક્ષાઓ પર ખરો ઉતરી અને દેશ માટે મેડલ જીત્યો.


 




એમએસ ધોનીને આઈડલ માનનાર સ્વપ્નિલ કુસાલે ફાઇનલમાં કુલ રહીને નિશાન સાધ્યું. ફાઇનલમાં એક સમયે તે છઠ્ઠા સ્થાને સરકી ગયો હતો. પરંતુ દબાણ હેઠળ નાસીપાસ થવાને બદલે  મહારાષ્ટ્રના આ શૂટરે પોતાની રમતને ઉપર ઉઠાવી. તેણે ધીમે ધીમે ટેલીમાં વધારો કરવાનું શરૂ કર્યું. લાંબા સમય સુધી સ્વપ્નિલ પાંચમા નંબર પર અટવાયેલો જોવા મળ્યો હતો. આ પછી તે ચોથા નંબરે આવ્યો અને પછી ત્રીજા નંબરે પહોંચ્યો. તે સમયે એવું લાગતું હતું કે તે સિલ્વર કે ગોલ્ડ મેડલ જીતી શકશે, પરંતુ એવું થયું નહીં.


સ્વપ્નિલ કુસાલેએ 451.4 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચીનના લિયુ યુક્વાને 463.6 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. યુદ્ધની ભયાનકતાનો સામનો કરી રહેલી યુક્રેનની શૂટર શેરી કુલિશ (461.3)એ સિલ્વર મેડલ જીત્યો હતો.