Paris Olympics 2024 Day 8 India's Schedule: આજે એટલે કે 03 ઓગસ્ટ પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક્સ 2024નો 8મો દિવસ હશે. આ પહેલા 7માં દિવસે ભારતને તીરંદાજીમાં મોટી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. તીરંદાજીમાં ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભગતની મિક્સ્ડ ટીમ બ્રોન્ઝ મેડલ મેચ હારી ગઈ હતી. આજે ભારતને કુલ ચાર ગોલ્ડ મેડલ મળવાની આશા છે. મનુ ભાકર શૂટિંગમાં પહેલો ગોલ્ડ લાવી શકે છે.


મનુ ભાર્કરે આ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને આ વખતે તેની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મનુ 25 મીટર મહિલા પિસ્તોલની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવા માંગે છે. મનુ બપોરે 1 વાગ્યાથી મેચ માટે એક્શનમાં જોવા મળશે.


આ સિવાય ભજન કૌર અને દીપિકા કુમારી મહિલાઓની વ્યક્તિગત તીરંદાજીમાં ગોલ્ડ અથવા બ્રોન્ઝ મેડલ પર લક્ષ્ય રાખી શકે છે. જોકે, મહિલા ભારતીય તીરંદાજોએ ગોલ્ડ અથવા બ્રોન્ઝ મેળવવા માટે પહેલા ક્વોલિફાય થવું પડશે. ત્યારબાદ સ્કીટ શૂટિંગમાં અનંતજીત સિંહ નારુકા પાસેથી ત્રીજા મેડલની અપેક્ષા રાખવામાં આવશે. જો અનંતજીત સિંહ મેન્સ સ્કીટની ફાઇનલમાં ક્વોલિફાય થાય છે તો તે મેડલ લાવી શકે છે. એથ્લેટિક્સના પુરુષોના શોટ પુટમાં તજિન્દરપાલ સિંહ તૂર પાસેથી બાકીના દિવસના ચોથા મેડલની અપેક્ષા રાખી શકાય છે. જોકે, ગોલ્ડ જીતવા માટે તજિન્દરપાલ સિંહ તૂરે પહેલા ફાઈનલ મેચ માટે ક્વોલિફાય કરવું પડશે.


પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું શેડ્યૂલ આજે (03 ઓગસ્ટ)


શૂટિંગ


મહિલા સ્કીટ ક્વાલિફિકેશન દિવસ 1 - રાયઝા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ - બપોરે 12:30 કલાકે


પુરુષોની સ્કીટ ક્વાલિફિકેશન દિવસ 2 - અનંતજીત સિંહ નરુકા - બપોરે 12:30


મહિલાઓની 25 મીટર પિસ્તોલ ફાઇનલ - મનુ ભાકર - બપોરે 1:00 વાગ્યે


મેન્સ સ્કીટ ફાઇનલ (ક્વાલિફિકેશનના આધારે) - સાંજે 7:00.


ગોલ્ફ


મેન્સ ઈન્ડિવિજ્યુઅલ સ્ટ્રોક પ્લે રાઉન્ડ 3 - શુભંકર શર્મા અને ગગનજીત ભુલ્લર - બપોરે 12:30 કલાકે.


તીરંદાજી


મહિલા વ્યક્તિગત રાઉન્ડ ઓફ 16 - દીપિકા કુમારી વિ મિશેલ ક્રોપેન (GER) - 1:52 PM


મહિલા વ્યક્તિગત રાઉન્ડ ઓફ 16 - ભજન કૌર વિ ડાયનંદા ચોઇરુનિસા (INA) - 2:05 PM


મહિલાઓની વ્યક્તિગત ક્વાર્ટર ફાઇનલ્સ (ક્વાલિફિકેશનના આધારે) - સાંજે 4:30


મહિલાઓની વ્યક્તિગત સેમિફાઇનલ (ક્વાલિફિકેશનના આધારે) - સાંજે 5:22


મહિલાઓની વ્યક્તિગત બ્રોન્ઝ મેડલ મેચ (ક્વાલિફિકેશનના આધારે) - સાંજે 6:03


મહિલાઓની વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેચ (ક્વાલિફિકેશનના આધારે) - સાંજે 6:16.


નૌકાયાન (sailing)


પુરુષોની ડીંગી રેસ 5 - વિષ્ણુ સરવણન - બપોરે 3:45 કલાકે


પુરુષોની ડીંગી રેસ 6 - વિષ્ણુ સરવણન - રેસ 5 પછી


મહિલાઓની ડીંગી રેસ 4 - નેત્રા કુમાનન - બપોરે 3:35 કલાકે


મહિલાઓની ડીંગી રેસ 5 - નેત્રા કુમાનન - રેસ 4 પછી


મહિલાઓની ડીંગી રેસ 6 - નેત્રા કુમાનન - રેસ 5 પછી.


બોક્સિંગ


પુરુષોની 71 કિગ્રા ક્વાર્ટર-ફાઇનલ - નિશાંત દેવ વિ માર્કો અલોન્સો વર્ડે અલ્વારેઝ - બપોરે 12:18 (4 ઓગસ્ટ).