Paris Olympics 2024: ભારતની રમિતા જિંદાલે 10 મીટર એર રાઈફલ મહિલા સિંગલ્સમાં ઈતિહાસ રચ્યો છે. આ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચનારી તે ત્રીજી ભારતીય એથ્લેટ બની ગઈ છે. 20 વર્ષની રમિતા જિંદાલે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 631.5ના સ્કોર સાથે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે તમામ છ શ્રેણીમાં 100 પ્લસનો સ્કોર કર્યો. આ જ ઈવેન્ટમાં, ભારતની ઈલાવેનિલ 630.7ના સ્કોર સાથે 10મા સ્થાને રહી અને ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકી નહીં.


 




રમિતા જિંદાલના પરિવારે હવન કરાવ્યું
સમર ઓલિમ્પિક્સ શરૂ થઈ ગઈ છે. શનિવારે પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓ શૂટિંગ, હોકી, બેડમિન્ટન, ટેનિસ, બોક્સિંગ, ટેબલ ટેનિસ અને સેઇલિંગમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. જ્યારે આજે એટલે કે રવિવારે રમિતા જિંદાલ 10 મીટર એર રાઈફલ શૂટિંગમાં પરફોર્મ કરતી જોવા મળી. રમિતા કુરુક્ષેત્રની રહેવાસી છે. તેના પરિવારને આશા છે કે તે ચોક્કસપણે ભારત માટે ગોલ્ડ મેડલ જીતશે. આ માટે તેમના પરિવારજનોએ શનિવારે હવન પણ કરાવ્યો હતો.


હવન દરમિયાન રમિતાના પરિવારે રમિતાના વિજયની કામના કરી હતી. પરિવારને આશા છે કે તેમની દીકરી શૂટિંગ ચેમ્પિયનશિપ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવશે. રમિતા જિંદાલના પિતા અરવિંદ જિંદાલે કહ્યું કે તેમની દીકરીનું નિશાન હંમેશા પોતાના લક્ષ્ય પર રહ્યું છે.