Paralympics: નિષાદ કુમારે રવિવારે મધ્યરાત્રિએ હાઇ જમ્પ T47 ઇવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. જોકે, નિષાદને પણ ગોલ્ડ ગુમાવવાનો અફસોસ હતો. આ હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં અમેરિકન ખેલાડીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અમેરિકાના ટાઉનસેન્ડ રોડેરિકે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પેરિસમાં મળેલી સફળતા બાદ નિષાદને સતત બે પેરાલિમ્પિક મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય બનવાનું ગૌરવ છે. પેરાલિમ્પિક હાઈ જમ્પ T47 ઈવેન્ટમાં નિષાદ કુમારે અમેરિકન હરીફ રોડરિકને ટક્કર આપી હતી. નિષાદે ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં સિલ્વર મેડલ પણ જીત્યો હતો.
નિષાદે પેરિસ પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીત્યા બાદ ખેલદિલીનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું. તેણે અમેરિકન ખેલાડીને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નિકટની હરીફાઈમાં નિષાદ બીજા સ્થાને રહ્યો જ્યારે અમેરિકન ખેલાડીએ આ સીઝનમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
ભારત માટે મેડલ મળવાની ખુશીની સાથે નિષાદને ગોલ્ડ ગુમાવવાનો અફસોસ પણ હતો. ત્રીજા પ્રયાસમાં નિષ્ફળ જતાં તે ભાવુક પણ જોવા મળ્યો હતો. ભારત માટે સિલ્વર મેડલ જીત્યા બાદ 24 વર્ષના નિષાદ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને સાતમો મેડલ જીતાડ્યો હતો.
માર્ગીવ જ્યોર્જીએ આ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક રેકોર્ડ મુજબ તેણે કોઈપણ દેશ વતી ભાગ લીધો નથી. જ્યોર્જીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં તટસ્થ રમતવીર તરીકે ભાગ લીધો હતો.
પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે એટલે કે 1લી સપ્ટેમ્બર (રવિવારે) ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું હતું અને દેશ માટે છઠ્ઠો મેડલ જીત્યો હતો. મહિલા એથ્લેટ પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર દોડ (T35) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 30.01 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.
આ પેરાલિમ્પિક્સમાં પ્રીતિનો આ બીજો બ્રોન્ઝ છે. અગાઉ તેણે 100 મીટરમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ સાથે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યા હવે 7 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
આ પણ વાંચોઃ