✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ વિરાટ કોહલીને કહી દીધો ‘જોકર’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Mar 2018 07:36 AM (IST)
1

રબાડાને છેલ્લા 24 મહિનામાં 8 ડિમેરિટ પોઈન્ટ મળી ચૂક્યાં છે. નિયમો અનુસાર તે બે મેચો માટે બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગની 52માં સ્લિપ તરફ દોડતી વખતે રબાડા સ્મિથના ખભા સાથે ટકરાઈ ગયો હતો.

2

ધ્યાન આપવા જેવી વાત એ છે કે, ICCએ કોહલી પર એમ્પાયરને ડમ્પ બૉલ અંગે ફરિયાદ કરવા અને બાદમાં બોલને જમીન પર પછાડવાના આરોપમાં દોષિત નોંધ્યો હતો. પ્રિટોરિયામાં રમાયેલી આ ટેસ્ટમાં કોહલી પર મેચ ફીના 25 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે રબાડા પર મેચ ફીના 50 ટકા અને 3 ડિમેરિટ પૉઈન્ટની પેનલ્ટી લગાવવામાં આવી હતી.

3

સાઉથ આફ્રિકા માટે 37 ટેસ્ટ મેચ રમનારા હેરિસે ICCના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કગિસો રબાડા પર 2 મેચોના પ્રતિબંધ બાદ આ વાત કહી. આરોપને માનવાની ના પાડ્યા બાદ અનુશાસનાત્મક સુનાવણીમાં તેને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો અને 3 ડિમેરિટ અંક આપવામાં આવ્યા, આમ હવે તેના કુલ ડિમેરિટ અંક 8 થઈ ગયા છે. આ કારણે તેના પર આપોઆપ બે મેચોનો પ્રતિબંધ લાગી ગયો. રબાડાએ કહ્યું કે, ‘મારે પોતાને આવું કરતા રોકવો પડશે. હુ મારી હરકતોથી ટીમ અને પોતાને નીચો દેખાડી રહ્યો છું.’

4

નવી દિલ્હીઃ સાઉથ આફ્રીકાના પૂર્વ સ્પિનર પોલ હેરિસને કાગિસો રબાડા અને સ્ટીવ સ્મિથની વચ્ચે થયેલ વિવાદમાં વિરાટ કોહલીનું નામ લીધું છે. હેરિસે કહ્યું કે, ભારતના સાઉથ આફ્રીકાના પ્રવાસ પર વિરાટ કોહીલએ જોકર જેવો વ્યવહાર કર્યો પરંતુ તેમ છતાં આઈસીસીઈએ તેની વિરૂદ્ધ કોઈ કાર્રવાઈ ન કરી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ વિરાટ કોહલીને કહી દીધો ‘જોકર’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.