Punjab vs Rajasthan: આઇપીએલ 2021માં આજે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. આ મેચ દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આજની આ મેચ બે પાવર હિટર ટીમો વચ્ચેનો જંગ છે. એકબાજુ પંજાબના ક્રિસ ગેલ, નિકોલસ પૂરન અને શાહરૂખ ખાન જેવા ઘાકડ બેટ્સમેનો છે, તો બીજીબાજુ રાજસ્થાનની પાસે લિયામ લિવિંગસ્ટૉન અને એવિન લુઇસ જેવા હાર્ડ હિટરો છે. સાથે આ માચેમાં બે વિકેટકીપર કેપ્ટનો રાજસ્થાનના સંજૂ સેમસન અને પંજાબના કેએલ રાહુલની વચ્ચે પણ કાંટાની ટક્કર જોવા મળી શકે છે. 


બન્ને ટીમો વચ્ચે પહેલા ફેઝમાં ભારતમાં આઇપીએલમાં રમાઇ હતી, જેમાં રોમાંચક મેચમાં પંજાબની ટીમે રાજસ્થાનને ચાર રનના અંતરથી માત આપી હતી.


કેપ્ટન કેએલ રાહુલની આગેવાની વાળી પંજાબની ટીમ આઇપીએલના પહેલા ફેઝમાં આઠ મેચોમાંથી ત્રણમાં જીત નોંધાવી શકી છે, તે છ પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. વળી, રાજસ્થાન રૉયલ્સની વાત કરીએ તો, ટીમ પૉઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર છે. પંજાબની ટીમે આઠ મેચો રમી છે જેમાંથાી ત્રણમાં જ જીત મેળવી શકી છે. જ્યારે પાંચ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. 


હેડ ટૂ હેડ ટક્કર- 
બન્ને ટીમો અત્યાર સુધી 22 વાર આમને સામને આવી ચૂકી છે. જેમાંથી 12 મેચોમાં રાજસ્થાન રૉયલ્સે જીત મેળવી છે, જ્યારે 10 વાર પંજાબની ટીમ જીતી છે. છેલ્લી પાંચ મેચોની વાત કરીએ તો પંજાબે ત્રણ મેચ જીતી છે, જ્યારે રાજસ્થાનને બે વાર જીત હાંસલ થઇ છે. 


PBKSની સંભવિત પ્લેઇંગ ઇલેવન- 
કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, દીપક હુડ્ડા, નિકોલસ પૂરન, શાહરૂખ ખાન, ફેબિયન એલન, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, નાથન એલિસ, મોહમ્મદ શમી.


RRની સંભવિત પ્લેઇંગ ઇલેવન- 
એવિન લૂઇસ, યશસ્વી જાયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટૉન, રિયાન પરાગ, શિવમ દુબે, ક્રિસ મૉરિસ, રાહુલ તેવાટિયા, કાર્તિક ત્યાગી, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા.