મોડી રાત સુધી પાર્ટી કરવી આ ક્રિકેટરને પડી ભારે, બોર્ડે ફટકાર્યો દંડ
abpasmita.in | 02 Apr 2019 02:51 PM (IST)
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચોખા વનડે મેચ બાદ દુબઈમાં મોડી રાત સુધી પાર્ટી કરવા પર ઉમર અકમલને ફટકાર લગાવી અને સાથે જ મેચ ફીસના 20 ટકા દંડ ફટકાર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોમવારે કહ્યું કે, ટીમ મેનેજર તલત અલીએ આ મામલે સુનાવણી કરી, જેમાં ઉમરે પોતાનો ગુનો સ્વીકાર્યો અને પોતાની આ હરકત માટે માફી માગી ઉમરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે નાઈટ ક્લબમાં જોવા મળ્યો હતો. પીસીબીના કાર્યકારી ડાયરેક્ટર વસીમ ખાને કહ્યું, મને ખુશી છે કે ઉમરને પોતાની ભૂલનો પસ્તાવો છે. તેણે તેને સ્વીકારી લીધી છે અને માફી માગી છે.