IPL 2019: 'ગબ્બર'નો ફેન થયો આ વિદેશી ખેલાડી, રાખી હૂબહૂ ધવન જેવી મુંછો, જુઓ તસવીરો
abpasmita.in | 02 Apr 2019 12:35 PM (IST)
નવી દિલ્હીઃ આઇપીએલ 12ની શરૂઆત થઇ ચૂકી છે. દરેક ખેલાડી પોતાના આગવા અંદાજને લઇને ફેન્સની નજરે ચઢ્યા છે. આ બધાની વચ્ચે ન્યૂઝીલેન્ડનો ખેલાડી અને આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમતો લૂકી ફર્ગ્યૂસન ખાસ ચર્ચામાં છે. લૂકી ફર્ગ્યૂસને આ સિઝનમાં ભારતીય ટીમના ઓપનર - 'ગબ્બર' કહેવાતા શિખર ધવનના જેવી મુંછો રાખી છે. લૂકી ફર્ગ્યૂસનની મુંછોની બધા ફેન્સ ચર્ચા કરી રહ્યાં છે. લૂકી ફર્ગ્યૂસન હાલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમી રહ્યો છે જ્યારે શિખર ધવન દિલ્હી કેપિટલ્સનો બેટ્સમેન છે. ફર્ગ્યૂસને ધવનની મુંછોની જબરદસ્ત નકલ કરી છે, કેમકે તે ધવનને પોતાનો પ્રેરણાસ્ત્રોત માને છે. એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેને આ વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું, 'દિલ્હી કેપિટલ્સ ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવનથી પ્રેરિત થઇને તેને આવી મુંછો રાખી છે.' આઇપીએલ પ્રસંશકોને તેનો આ લૂક ખુબ પસંદ આવ્યો છે અને સોશ્યલ મીડિયા પર તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.